ptjadeja: ભાજપ સામે પડેલા પી.ટી.જાડેજાની (ptjadeja) મુશકેલીમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ધકેલાશે
રાજકોટના સાંસદ રૂપાલાએ 2024માં ક્ષત્રિયો અંગે વિવાદિત ટીપ્પણી કર્યા બાદ 14 એપ્રિલ, 2024થી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનનો ચહેરો રહેલા પી.ટી.જાડેજા (ptjadeja) પર હવે કાયદાકીય ગાળિયો કસવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની (ptjadeja) અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જે બાદ તેને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આરતી ન કરવા અપાઈ હતી ધમકી
ગત તા.21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું. જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ (ptjadeja) કારખાનેદાર જસ્મીનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે’ કહી ગાળો પણ ભાંડી હતી. એટલું જ નહિ આ પછી તા.21ના મંદિર પાસે લાગેલા બેનર્સ પણ પી.ટી.જાડેજા લઈ ગયા હોવાનો અને મંદિરે શ્વાન લઇને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
20 વર્ષ બાદ કેમ એકસાથે આવ્યા ઠાકરે ભાઈઓ?
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે