Virat Kohli માન્યો નહીં, ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
Virat Kohli માન્યો નહીં, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી, બીસીસીઆઈના પ્રયત્નો વ્યર્થ ગયા
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ.વિરાટ કોહલીએ 10 મેના રોજ BCCIને કહ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગુ છું.
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં જ નિવૃત્તિથી ભારતને મોટી ખોટ પડશે

બીસીસીઆઈ એ કોહલીને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. 11 મેના રોજ બોર્ડના એક અધિકારીએ તેમની સાથે વાત કરી. પરંતુ વિરાટ કોહલી માન્યો ન હતો , વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેમને 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો.
વિરાટ ફક્ત ODI રમવાનું ચાલુ રાખશે
વિરાટ કોહલી માન્યો નહીં, ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
pm modi : વડાપ્રધાને યોજી બેઠક સિઝફાયરને લઇ ચર્ચા થઇ હોવાની જાણકારી