બ્લેકઆઉટ એ રક્ષણાત્મક વ્યૂહરચના #war #indopakwar #indiapakistanwar #blackout – જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે બૈસારન ખીણમાં 22 એપ્રિલે હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી. આ આતંકી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેના પગલે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સંધી રદ કરવા સહિત અનેક પગલાં લીધા છે. હવે સરકારે યુદ્ધના સંજોગોમાં નાગરિકોની સુરક્ષા માટે કેવા પગલાં લઈ શકાય, આ સમયમાં નાગરિકોએ શું કરવું જોઈએ તે બાબતે જાગૃતિ ફેલાવવા બુધવારે મોક ડ્રિલ યોજવાની જાહેરાત કરી છે. આ સમયમાં નાગરિકોએ શું કરવું જોઈએ તેના પર એક નજર…
ગુજરાતમાં 15 જિલ્લામાં મોક ડ્રિલ થશે
મોક ડ્રિલમાં વિશેષ સાયરન વગાડાશે
અગાઉ 1962, 1965, 1971, 1999ના યુદ્ધોમાં સાયરન વગાડાઈ હતી
સાયરનનો અવાજ 2થી 5 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાશે
સાયન વાગે તો શાંત રહો, ગભરાશો નહીં અને સલામત સ્થળે જતા રહો
ગુજરાતમાં 15 જિલ્લામાં મોક ડ્રિલ થવાની છે. આ સમયે સાયરન વગાડવામાં આવશે. આ સાયરન પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, પોલીસ મુખ્યાલયો, ફાયર સ્ટેશનો, સૈન્ય સ્થળો, ભીડવાળા સંવેદનશીલ વિસ્તારોમાં મૂકાઈ છે. આ પહેલાં 1962, 1965, 1971 અને 199ના યુદ્ધ સમયે આ પ્રકારે સાયરન વગાડવામાં આવી હતી. આ એક વિશેષ સાયર છે, જેનો ઉપયો જોખમની સ્થિતિમાં જ કરાય છે. તેનો અવાજ ખૂબ જ મોટો અને દૂર સુધી સંભળાશે.
આ સાયરન યુદ્ધ, હવાઈ હુમલા અથવા કોઈ મોટી દુર્ઘટના સમયે વગાડવામાં આવે છે. સાયરન સંભળાય તો સૌથી પહેલા તો શાંત રહો, ગભરાશો નહીં. સાયરનનો મુખ્ય આશય લોકોને જોખમ અંગે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે જતા રહેવા તૈયાર કરવાનો છે. આ સાયરન 2થી 5 કિ.મી.ના વિસ્તારમાં સંભળાય છે. યુદ્ધ જેવા સમયમાં હંમેશા સરાકરી સૂચનાઓનું પાલન કરો અને અફવાઓથી દૂર રહો તેમજ તેને ફેલાવવામાં કોઈ ભૂમિકા ના ભજવો.
યુદ્ધ દરમિયાન બ્લેકઆઉટ એ રક્ષણાત્મક વ્યૂહરચના
બ્લેકઆઉટની શરૂઆત બીજા વિશ્વ યુદ્ધ સમયમાં થઈ હતી
બ્લેકઆઉટનો આશય હવાઈ હુમલા સમયે નાગરિકોની સુરક્ષા કરવાનો
શહેરોની લાઈટ્સ પાયલટ્સને તેમના ટાર્ગેટ શોધવામાં મદદરૂપ બની શકે છે
બ્લેકઆઉટ એ યુદ્ધ સમયે હવાઈ હુમલા સામેની રક્ષણાત્મક વ્યૂહરચના છે, જેમાં કૃત્રિમ પ્રકાશને શક્ય એટલો ઓછો કરવામાં આવે છે. જેથી દુશ્મન વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બ્લેકઆઉટની શરૂઆત મુખ્યત્વે 20મી સદીમાં બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન થઈ હતી. બ્લેકઆઉટના નિયમો હેઠળ ઘરો, ફેક્ટરીઓ, દુકાનો અને વાહનોની લાઇટિંગને નિયંત્રિત કરવામાં આવે છે.
બ્લેકઆઉટ એ રક્ષણાત્મક વ્યૂહરચના કેવી રીતે ?
જેમ કે, ઘરોમાં બારીઓ ઢાંકવી અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવીનો સમાવેશ થાય છે. તેમાં વાહનોની હેડલાઇટ પર કાળો રંગ અથવા માસ્ક લગાવવાનો સમાવેશ થાય છે. બ્લેકઆઉટનો મુખ્ય હેતુ દુશ્મનના હવાઈ હુમલાઓ સમયે નાગરિકોની સુરક્ષા કરવાનો છે. રાત્રે શહેરોની લાઈટ્સ દુશ્મન પાઇલટ્સને તેમના લક્ષ્યો શોધવામાં મદદ કરી શકે છે.
બ્લેકઆઉટના સમયમાં ઘરમાં બારી-દરવાજા ઢાંકી દેવામાં આવે છે
શહેરોમાં સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવાય છે
વાહનોની લાઈટિંગ પણ નિયંત્રિત કરાય છે

બીજા વિશ્વ યુદ્ધમાં બનાવાયેલા બ્લેકઆઉટના નિયમો હજુ પણ અમલમાં જ છે, જે મુજબ ઘરમાંથી રાત્રે લાઈટનો પ્રકાશ બહાર ના નીકળે એટલે ઘરની બારીઓ અને દરવાજા પડદા, કાર્ડ બોર્ડ અથવા કાળા રંગથી ઢાંકી દેવામાં આવે છે. વધુમાં શહેરોમાં બધી જ સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરી દેવામાં આવે છે. વાહનોની લાઈટિંગ માટે પણ આકરા નિયમો લાગુ કરવામાં આવે છે. વાહનોના પ્રકાશથી હવાઈ હુમલા સમયે વિમાનોને શહેરોને ટાર્ગેટ કરવાનું સરળ બની શકે છે.
બ્લેકઆઉટ એ રક્ષણાત્મક વ્યૂહરચના કેવી રીતે ?
આથી વાહનોની હેડલાઈટમાં ઉપરની બાજુ કાળો રંગ કરવામાં આવે છે. હેડલાઈટ પર માસ્ક લગાવવામાં આવે છે, જેથી મર્યાદિત પ્રકાશ રસ્તા પર પડે છે. બ્લેકઆઉટના નિયમોનો અમલ ના કરનારાને દંડ પણ થાય છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે