નરેન્દ્ર મોદી ગાયબ ? પહલગામમાં આતંકી હુમલો કોંગ્રેસે મોદી પર હુમલો #narendramodi #pahelgamattack #pahalgam #congress #bjp #congressattack

0
74

નરેન્દ્ર મોદી ગાયબ ? #narendramodi #pahelgamattack #pahalgam #congress #bjp #congressattack -જમ્મુ-કાશ્મીરના પહલગામાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા પછી કોંગ્રેસે કેન્દ્ર સરકારને તેના દરેક નિર્ણયોમાં મજબૂત સમર્થન આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે પાકિસ્તાન સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીમાં  વિપક્ષ સહયોગ આપશે તેમ પણ જણાવ્યું હતું. પાકિસ્તાન સાથે તણાવ ચરમ પર છે ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ પીએમ મોદીની ટીકા કરવા જતાં ભારત વિરોધી નિવેદનો પણ આપ્યા હતા.

નરેન્દ્ર મોદી ગાયબ ? પહલગામમાં આતંકી હુમલો કોંગ્રેસે મોદી પર હુમલો

કોંગ્રેસે આ નેતાઓને પક્ષની લાઈનથી અલગ નહીં જવા ચેતવણી પણ આપી હતી. જોકે, હવે કોંગ્રેસના જ એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટર પોસ્ટ કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. કોંગ્રેસે પોસ્ટ કરેલી તસવીરમાં પીળી શેરવાની જોવા મળે છે, જેમાં માથું અને હાથ-પગ ગાયબ દર્શાવાયા છે. કોંગ્રેસે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ પોસ્ટર શૅર કરતા કહ્યું કે, જવાબદારી લેવાના સમયે ‘GAYAB’. સાથે કોંગ્રેસે પોસ્ટમાં લખ્યું છે, મણિપુર માટે ‘GAYAB’, પુત્રીઓ માટે ‘GAYAB’, આતંકવાદથી સુરક્ષા આપવાના સમયે ‘GAYAB’, જવાબદારી લેવા માટે ‘GAYAB’, પાકિસ્તાન અને ચીનનું નામ લેવા માટે ‘GAYAB’. નરેન્દ્ર મોદી ગાયબ ?

જોકે, કોંગ્રેસના આ પોસ્ટર સામે પલટવાર કરતા ભાજપે કહ્યું કે કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી ઓર્ડર લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન આતંકની ડીપેસ્ટ ટૂલકીટ બની ગઈ છે. ભાજપે કોંગ્રેસના આ પોસ્ટરને ‘સર તન સે જુદા’ સૂત્ર સાથે સરખાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે મુસ્લિમ વોટ બેન્ક મેળવવા માટે આ પ્રયત્ન કર્યો છે.

નરેન્દ્ર મોદી ગાયબ ? પહલગામમાં આતંકી હુમલો : કોંગ્રેસે મોદીને ‘ગાયબ’ બતાવ્યા

નરેન્દ્ર મોદી ગાયબ ? પહલગામમાં આતંકી હુમલો કોંગ્રેસે મોદી પર હુમલો

ભાજપે કોંગ્રેસના પોસ્ટરને ‘સર તન સે જુદા’વાળા સૂત્ર સાથે સરખાવ્યું

જવાબદારીના સમયે વડાપ્રધાન ગાયબ રહેતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

પક્ષના નેતાઓને પાર્ટી લાઈનથી અલગ નિવેદનો નહીં આપવા કોંગ્રેસની ચેતવણી

હવે સત્તાવાર એક્સ હેન્ડલ પરથી જ માથા-હાથ-પગ વગરનું પોસ્ટર રિલિઝ કર્યું

નરેન્દ્ર મોદી ગાયબ ? પહલગામમાં આતંકી હુમલો કોંગ્રેસે મોદી પર હુમલો

Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE

વધુ સમાચાર માટે જોતા રહો