અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 800 થી 900 જેટલા શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા.
આ પૂછપરછ પછી આશરે 600 ભારતીય નાગરિકોને આઝાદ કરવામાં આવ્યા છે, જ્યારે 104 બાંગ્લાદેશી નાગરિકો હોવાનો હમણાં સુધી ખુલાસો થયો છે.પોલીસ હવે બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને તેમના દસ્તાવેજોની સઘન ચકાસણીમાં લાગી છે.

બાંગ્લાદેશીઓને પકડવા ઓપરેશન
પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારમાં રહેતા લોકોની ભાષા અને ઉદ્યોગ અંગે પણ ખાસ કરીને ખરાઈ કરવામાં આવી રહી છે. અહીં ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશી મહિલાઓ અને સગીરાઓને ભારત ભેગા લાવી, દેહવેપાર જેવી દુષ્કૃત્યમાં ધકેલવામાં આવતા હોવાના પણ પુરાવા મળી રહ્યા છે. હમણાં સુધી 85થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓને પણ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા.

હજુ પણ 500થી 600 જેટલા શંકાસ્પદ નાગરિકોની પૂછપરછ પ્રત્યક્ષ રીતે ચાલુ છે.પોલીસની કામગીરી હજુ યથાવત છે અને બાંકીના શંકાસ્પદ નાગરિકોની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી માટે ફોલોઅપ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલ જોવાનું ભૂલશો નહિ