AHMEDABAD : અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યુ પરથી નીકળેલી ભવ્ય પદયાત્રા માતપુર ગામ પહોંચી હતી. હજારો શ્રદ્ધાળુઓ એ મા સુલેશ્વરી માતાજીના દિવ્ય રથનું ભવ્ય ઉત્સાહ અને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું માતપુર ગામમાં આનંદ, મંગળ,ઉત્સાહ છવાયો હતો. ઊંઝા પાસેના માતપુર ગામના આસ્થા-શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતા મા સુલેશ્વરી માતાજીના જયજયકાર કરાયો હતો
AHMEDABAD : સાયન્સ સીટી રોડ પર ના એમ્પાયર સ્કાય વ્યુ ખાતે રહેતા જીગર ડાહ્યાભાઈ પટેલને મુખ્ય યજમાન પદનો લ્હાવો મળ્યો હતો..ભવ્ય અને સુંદર કલાત્મક કોતરણી ધરાવતો રથ જીગર પટેલના નિવાસ સ્થાને માતપુર જવા પ્રસ્થાન કરાયો હતો. . નૂતનવર્ષ દિવસે શુભ ચોઘડીયામાં જીગરભાઈ, તેમના પત્ની દિપિકાબેન, તેમના પરિવારજનો સહિત મહેમાનો ના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા સુલેશ્વરી માતાજીની પૂજા કરવામાં આવી હતી. માતાજીની આરતી ઉતાર્યા બાદ ભાવપૂર્વક થાળ ધરાવવામાં આવ્યો હતો. ૧૫ વર્ષથી નુતનવર્ષ ના શુભ દિવસે અમદાવાદથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે.
AHMEDABAD : મા સુલેશ્વરી માતાજીના ભવ્ય દિવ્ય રથનું માતપુરમાં ઉમળકાભેર ભવ્ય સ્વાગત
AHMEDABAD : એમ્પાયર સ્કાય વ્યુ ખાતે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા સુલેશ્વરી માતાજીની પૂજા કરવામાં આવી હતી. રાજકીય મહાનુભાવો, સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત એક હજારથી વધારે શ્રદ્ધાળુઓ અને આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ કરાયો હતો. શ્રધ્ધાળુ ભક્તો અને સ્વયંસેવકો ની સ્વયંશિસ્ત અને કાબીલેદાદ સંયમ સાથે માતાજીને એક લાઈનમાં ઉભા રહી માતાજી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.ડીજે ના તાલે મા સુલેશ્વરી માતાજીના કર્ણપ્રિય ભક્તિગીતો, ગરબા કરવામાં આવ્યા હતા. પ્રત્યેક શ્રધ્ધાળુઓએ શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ત્યારબાદ ભુંગળ વગાડી માતાજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાયન્સ સીટી રોડથી ચાર કિલોમિટર સુધી રોડ પર લાલ ઝાઝમ પાથરવામાં આવી હતી. લાલ ઝાઝમ પર માતાજીનો રથ ચાલ્યો હતો. પદયાત્રામાં ૫૦૦ કરતાં વધારે પદયાત્રીઓ આસ્થા-શ્રધ્ધા સાથે ઉમળકાભેર જોડાયા હતા. લાભપાંચમના દિવસે સવારે ગામજનો દ્વારા માતાજીના રથ અને પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું. જ્યાં ત્રણ દિવસ સુધી ઉત્સવ ઉજવાશે. મહત્વની વાત એ છે કે દાનેશ્વરી દાતાઓ દ્વારા ગામની કુંવારી દિકરીઓ અને પરણિત દિકરીઓને વિવિધ પ્રકારની ૧૨ થી વધારે વસ્તુઓ તથા રોકડ રકમ દાન ગીફ્ટ કરવામાં આવશે.
લાખો શ્રધ્ધાળુઓ ના આસ્થા-શ્રધ્ધા નું કેન્દ્ર ગણાતા મા સુલેશ્વરી માતાજીને ગૌરી માતા પણ કહેવામાં આવે છે. ગૌરી મા એટલે ઉમિયા માતાજી માનવામાં આવે છે.ચમત્કારી ગણાતી મા સુલેશ્વરી દરેક શ્રધ્ધાળુઓ ની મનોકામના પૂર્ણ કરે છે. પદયાત્રા માતપુર પહોંચતાં જ ગામમાં ત્રિદિવસીય ભવ્ય ઉત્સવ મનાવવામાં આવે છે. પદયાત્રા માતપુર ગામ પહોંચતાં જ ડીજે અને ઢોલનગારા વગાડવામાંઆવ્યા હતા.ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
AHMEDABAD : મા સુલેશ્વરી માતાજીના રથનું અને પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું. પદયાત્રાનો મુખ્ય યજમાન જીગરબાઈ પટેલ અને પરિવારજનો છઠ્ઠા દિવસે નવચંડી મહાયજ્ઞ આ મુખ્ય યજમાન બનશે.પાંચમના દિવસે મા સુલેશ્વરી માતાજીની દિવ્ય-અલૌકિકઆરતીઉતારવામાંઆવી હતી.આરતીનો ચઢાવો ૪ લાખ ૧૧ હજાર ૧૧૧ રુપીયા અને ધજાનો ચઢાવો એક લાખ એક હજાર ૧૧૧ રુપીયા બોલાયો હતો.
AHMEDABAD : ઉલ્લેખનીય છે કે સુલેશ્વરી માતાજી મંદિર ૭૦૦ વર્ષ નો ભવ્ય ઈતિહાસ ધરાવે છે. મંદિરના પ્રાંગણમાં કોઈ કપલ રાત્રી રોકાણ કરી શકતા નથી. વર્ષો પહેલાં સિધ્ધપુરથી બાદશાહ અને બેગમ પરિક્ષા કરવા મંદિરે આવ્યા હતા. જેમણે મંદિરના પ્રાંગણમાં રાત્રી રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ રાત્રે અચાનક ભયંકર રૌદ્ર સ્વરૂપ ધરાવતા નાગ-નાગણો પ્રગટ થતાં મોત નજીક આવતાં ફફડી ઉઠે ઓ બાદશાહ અને બેગમ મંદિરમાંથી ભાગી છૂટ્યા હતા. માતપુર ગામ ની માતા સુલેશ્વરી માતાજી દરેક જ્ઞાતિની મા છે. દરેક જ્ઞાતિના લોકોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પદયાત્રા દરમિયાન દરેક પદયાત્રીઓને અલૌકિક દિવ્ય શક્તિનો અનુભવ થયો હતો. જીગરભાઈ અને દિપિકાબહેનને નંદાસણ રોડ પર એક ભિક્ષુક મહિલા મળી હતી. જે મહિલાને જીગરભાઈ અને દિપિકાબહેને તેમના હાથે ભોજનના કોલીયા કરાવ્યા હતા. સામે ભિક્ષુક મહિલાએ પણ બંનેનો અન્નના કોળીયા કરાવ્યા અને આશિર્વાદ આપ્યા. ત્યારબાદ તે મહિલા ગાયબ થઈ ગઈ હતી. બે વ્યક્તિ સિવાય અન્ય એકપણ પદયાત્રીઓને મહિલા દેખાઈ ન હતી.,,,,,,
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો