Home Main Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં...

Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી

0
1087
Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી
Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી

Baroda Gang Rape Case: વડોદરા શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં 48 કલાકથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. સામૂહિક દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીને ઝડપી લીધા છે. નવરાત્રિના પર્વમાં બનેલા ચોકાવનારા બનાવમાં વડોદરા શહેર પોલીસે ત્રણ મુખ્ય આરોપી સહિત પાંચને દબોચી લીધા છે. આરોપીઓની પૂછપરછ બાદ વધુ ખુલાસા થઈ શકે છે. જો કે, આ અંગે હજુ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં આરોપીઓ કોણ હતા? ક્યાંથી પકડાયા તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે.

Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી
Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી

Gang Rape Case: બે બાઇક પર આવેલા પાંચ શખ્સો

નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરના રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં. ત્યારે બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સોએ સગીરાના મિત્રને ગોંધી રાખીને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. પોલીસ અને એફએસએલની ટીમને સ્થળેથી પીડિતાના ઘરેણાંની ઘૂઘરી, ચશ્મા સહિત આરોપીના ગેઝેટ પણ આવ્યા હતા.

ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ પણ સગીરાએ તેના મિત્ર સાથે જુદા-જુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ આ છેલ્લી મુલાકાત તેના માટે જીવનભરની પીડા લઈને આવી.

પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ

વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.

Baroda Gang Rape Case બાદ પોલીસ દોડતી થઈ

વડોદરાના ભાયલીમાં ગેંગ રેપ કેસમાં પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો હતો. આઇજી, એસપી, ત્રણ ડીવાયએસપી , પાંચ પીઆઈ, 15 પીએસઆઈ સહિત 200ની ટીમ તપાસમાં લાગી હતી. ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના એક હજાર ઘરોમાં પોલીસે તપાસ કરી હતી.

Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી
Gang Rape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા; 48 કલાકમાં પાંચ આરોપી ઝડપ્યા, 3 યુપીના રહેવાસી

ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસતા, શકમંદોની પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું અને ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ હતી. આ દરમિયાન અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Gang Rape Case: મેડિકલ રિપોર્ટમાં થયો ખુલાસો

વડોદરાના ભાયલીમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું ગોત્રી હોસ્પિટલ ખાતે E.N.T, સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ મેડિકલ ચેક-અપ કર્યુ હતું. પીડિતાનું બપોરે 12 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કર્યા બાદ કેટલાક ખુલાસાઓ સામે આવ્યાં. જેમાં પ્રાથમિક તબક્કે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાઈ આવ્યું છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે