Accident Zone: 5 કિ.મી.નો એક્સિડન્ટ ઝોન, તંત્રની આપખૂદશાહીના લીધે વાહનો રોંગસાઈડ જવા મજબૂર

0
114
Accident Zone: 5 કિ.મી.નો એક્સિડન્ટ ઝોન, તંત્રની આપખૂદશાહીના લીધે વાહનો રોંગસાઈડ જવા મજબૂર
Accident Zone: 5 કિ.મી.નો એક્સિડન્ટ ઝોન, તંત્રની આપખૂદશાહીના લીધે વાહનો રોંગસાઈડ જવા મજબૂર

Accident Zone: અમદાવાદનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, પરંતુ આ વિકાસની સાથે અમદાવાદીઓને લાંબા સમયથી ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે. ક્યાય રસ્તા બંધ તો ક્યાક ડાયવર્ઝન…  પાડના વાંકે પખાલીને ડામ આપવા જેવી વાત છે.

એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિકજામની સમસ્યા હવે નાગરિકો માટે સામાન્ય બની ગઈ છે ત્યારે ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે ગોતા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના 5 કિલોમીટરના વિસ્તારમાં આવતાં કુલ 10 જેટલાં કટ બંધ કરવામાં આવતાં આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે. આસપાસના રહેણાંક અને ઓફિસોમાંથી નીકળતા વાહન ચાલકોએ રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે. આ કારણે હવે 5 કિ.મી.નો આ રસ્તો ‘એક્સિડન્ટ ઝોન’ (Accident Zone) બની ગયો છે. 

અકસ્માતમાં વધારો

30મી સપ્ટેમ્બરની ઢળતી સાંજે આ ‘એક્સિડન્ટ ઝોન’ (Accident Zone) માં કારે બે યુવકને ટક્કર મારીને ફરાર થવાની બે ઘટના બની. એક ઘટનામાં ઈજા પામેલા વિસનગરના યુવકની તબિયત સુધારા ઉપર છે અને બીજા બનાવમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બે યુવકોને ટક્કર મારી પલાયન થયેલી કારના સીસીટીવી ન મળતાં પોલીસની નિષ્ક્રીયતા સાફ જોવા મળી રહી છે.

Accident Zone: અકસ્માતના કિસ્સામાં ચિંતાજનક વધારો

એસ.જી. હાઈવે ઉપર વાહનોની ગતિ બેફામ રીતે બેકાબૂ બનતાં અકસ્માતના બનાવોમાં અચાનક  ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

30મી સપ્ટેમ્બરના રોજ  મની પ્લાન્ટ બિલ્ડીંગ સામે એક અજાણ્યા વ્યક્તનું રોડ ક્રોસ કરતી વખતે ગોતા તરફથી બેકાબૂ આવી રહેલી કારની ટક્કરથી મૃત્યુ નિપજ્યું હતું.

બીજા બનાવમાં 30મી સપ્ટેમ્બરના રાતે નવ વાગ્યે ઝાયડસ બિલ્ડીંગ પાસે રોન્ગસાઈડમાં આવેલી પિક-અપ વાને ચાલીને જતા યુવકને ટક્કર મારી.

મિત્રના પુત્રની ખબર કાઢવા કે.ડી. હોસ્પિટલમાં વિસનગરથી સ્નેહીજનો આવ્યા હતા. જમ્યા પછી ચાલીને પરત ફરતા સુનિલ પટેલ (ઉ.વ.૪૦) કારની ટક્કરથી ગટર સાથે માથુ અથડાયુ,  સારવારના પગલે સુનિલ પટેલની તબિયત સુધારા ઉપર છે. તેમના નિધનના સમાચાર શરતચૂકથી છપાયાં હતાં. આ અજાણી પિક-અપ વાનનો પતો હજુ સુધી પોલીસ લગાવી શકી નથી.

Accident Zone: 5 કિ.મી.નો એક્સિડન્ટ ઝોન, તંત્રની આપખૂદશાહીના લીધે વાહનો રોંગસાઈડ જવા મજબૂર
Accident Zone: 5 કિ.મી.નો એક્સિડન્ટ ઝોન, તંત્રની આપખૂદશાહીના લીધે વાહનો રોંગસાઈડ જવા મજબૂર

Accident Zone માં એક કલાકમાં બે ગંભીર અકસ્માત

સોમવારે રાતે એક વાગ્યાના સમયગાળામાં બે ગંભીર અકસ્માત સર્જનાર વાહનોની ભાળ એસ.જી.ટ્રાફિક પોલીસને  48 કલાકનો સમય વિતવા છતાં મળી શકી નથી.

પોલીસનું કહેવું છે કે, એસ.જી. હાઈવે ઉપર હાઈવે ઓથોરિટી દ્વારા સીસીટીવી નાંખવામાં આવ્યાં છે. પરંતુ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના હાઈવે ઉપર હજુ વધુ સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાઈવે ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. પૂરતા સીસીટીવી ન હોવાના કારણે અકસ્માત સર્જનાર વાહનોની ભાળ મેળવવાનું પોલીસ માટે આસાન નથી.

બીજી તરફ ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 5 કી.મી.ના એસજી હાઈવે ઉપર 10 કટ એટલે કે ક્રોસ રોડ્સ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ કરવામાં આવ્યાં છે.

એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિક જામ અટકાવવા લેવાયેલા આ નિર્ણયથી અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ગોતાથી વૈષ્ણોદેવી સુધીના હાઈવેની બન્ને બાજુનો અડધાથી એક કિલોમીટરનો વિસ્તાર રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તરીકે ઝડપભેર વિકાસ પામી રહ્યો  છે. આ વિસ્તારોમાંથી આવતાં ઘણાંખરાં વાહનો એસ.જી. હાઈવે ઉપર કટ એટલે કે ક્રોસ રોડ ન મળતાં રોંગ સાઈડમાં જવા મજબૂર બને છે.

5 કિ.મી.ના હાઈવે ઉપર રાહદારીઓ કે ચાલીને રોડ ક્રોસ કરનારાંઓ માટે કોઈ વ્યવસ્થા જ નથી. સાથે જ, કટ બંધ કરાતાં વાહનોની ગતિ હવે વધી ગઈ હોવાથી રાહદારીઓના માથે કાયમી જોખમ તોળાતુ રહે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો