Ration Card Update: રાજ્યમાં સરકારી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મળે છે. જેના માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે નવો નિયમ લાવવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર નાખી તથા ફેમિલી આઇડી અપડેશન (Ration Card Update) કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શિષ્ય વૃત્તિ પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર અપડેટ કરવાની પ્રક્રિયામાં સ્કૂલના આચાર્યને કામગીરી ન સોંપવાની રજુઆત કરવામાં આવી છે.
પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર ફરજિયાત ન રાખવાની રજુઆત શિક્ષણમાંત્રીને કરવામાં આવી છે. આ ઉપરાંત શિષ્ય વૃત્તિ પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર અપડેટ કરવાની પ્રક્રિયામાં સ્કૂલના આચાર્યને કામગીરી ન સોંપવાની રજુઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે જે ફરમાન કર્યું છે તેનો પ્રાથમિક પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ કર્યો છે.
Ration Card Update: પુરવઠા વિભાગની નિષ્ફળતાનો બોજ શિક્ષણ વિભાગના માથે
આ કામ પુરવઠા વિભાગ દ્વારા થઈ શક્યું નથી, જેથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ અને ગણવેશ સહાય અટકી છે. માટે રેશનકાર્ડ નંબર રાખવાની પ્રક્રિયા દૂર કરીને વિદ્યાર્થીઓને સહાય આપવાની માંગ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે.
રેશન કાર્ડ અપડેટ કરવાનું કામ પુરવઠા વિભાગનું છે. છતાં હાલ શાળાના આચાર્યને આ કામગીરી સોંપવામાં તજવીજ ચાલી રહી છે. ત્યારે આવી કોઈ કામગીરી આચાર્યન ના સોંપવામાં જે તે વિભાગને કામગીરી આપવામાં આવે. ઓનલાઈન પ્રક્રિયામાં જરૂર સુધારા કરી સરળતાથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
પ્રાથમિક શૈક્ષિક સંઘની વિદ્યાર્થીઓ માટે ગુહાર
પ્રાથમિક શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ અને સહાયની ઓનલાઈન કરવામાં આવતી પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર નાખવાનો દૂર કરી પ્રક્રિયા સરળ બનાવવામાં આવે જેથી કોઈ પણ વિદ્યાર્થી સહાય વિના રહી ન જાય.
શિષ્યવૃત્તિમાં રેશનકાર્ડ નંબર અને ફેમિલી આઇડી કાર્ડ જરૂરી
પ્રાથમિક શિક્ષણ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2024-25 ના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને સહાયની પ્રક્રિયા ઓનલાઈન કરવાની છે. જેમાં વિદ્યાર્થીઓના રેશનકાર્ડ નંબર અને ફેમિલી આઇડી કાર્ડ અપડેટ (Ration Card Update) કરી ઓનલાઈન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના આઈડીની માહિતી ફરજિયાત કરવામાં આવી છે. જેના કારણે ગુજરાત ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ગણવેશ સહાયના લાભથી વંચિત રહી જાય તેમ છે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં હજી સુધી સામેલ નથી તેમ જ રેશનકાર્ડ અપડેટ કરવાનું પણ સંપૂર્ણ બાકી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો