Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો

    0
    177
    Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો
    Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો

    Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. ગુજરાતના માથે  ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં આખી રાત વરસાદ વરસ્યો હતો, જ્યારે સવારે છ વાગે સુધી 18-5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખંભાળિયામાં પણ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે.

    Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો
    Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો

    Gujarat Rain: વરસાદે તારાજી સર્જી

    રાજ્ય પરથી પસાર થઇ રહેલી ખૂબ જ મજબૂત સિસ્ટમના કારણે ભારે તારાજી સર્જાઇ છે. આ સિસ્ટમના કારણે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ (Gujarat Rain) પડી રહ્યો છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ ભારે વરસાદની સંભાવના છે.

    હવામાન વિભાગના 28મી ઓગસ્ટની આગાહી (Gujarat Rain) અનુસાર, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે.

    નડિયાદ

    બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે.

    છ જિલ્લામાં આર્મીના 360 જવાનો તૈનાત

    ગુજરાત છેલ્લા 72 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજ્યમાં એનડીઆરએફની 14, એસડીઆરએફની 22 ટુકડીઓ અને છ જિલ્લામાં આર્મીના 360 જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1696 લોકોને પૂરના પાણીથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10.5 ઇંચ વરસાદ

    જામનગર શહેરમાં પણ સવારે છ વાગ્યા સુધીમાં 15. 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામજોધપુર અને લાલપુર તાલુકામાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10.5ઇંચ વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

    દ્વારકા જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ

    હાલારને હલાવી દેતા મેઘરાજા. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં જામખંભાળિયામાં આખી રાત વરસાદ વરસ્યો છે. જેમાં સવારે છ સુધીમાં 18.5 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળ્યુ છે. ભારે વરસાદની સ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પગલે તમામ નદી નાળાઓ છલકાયા છે.

    પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર

    પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે મોરવા હડફ તાલુકામાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં 4000 જેટલા લોકોને સહી સલામત સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરાયા હતા.

    પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ વરસાદ

    Gujarat Rain: પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ વરસાદ સહિત તમામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડ માં સવારે 6 સુધીમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો છે.

    દેવભૂમિ દ્વારકા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 3 રસ્તાઓ હાલ બંધ છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે ખંભાળિયા તાલુકાના સલાયા ગોઈંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ઝારેરા રોડ બંધ છે. લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

    ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા

    રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ અને લોધીકામાં પણ 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 250 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. જ્યારે ભાદરનું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

    વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ

    વડોદરા

    વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 700 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામ આવ્યા હતા. જ્યારે હજારો પરિવારને પાણી ભરાવવાના લીધે ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. (Gujarat Rain)

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

    (Gujarat Rain)