Khodiyar Dam: ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ, ખોડિયાર ડેમમાં અમેરિકાનો નાયગ્રા ફોલ જેવો નજારો

0
306
Khodiyar Dam: ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ, ધારી ખોડિયાર ડેમમાં અમેરિકાનો નાયગ્રા ફોલ જેવો નજારો
Khodiyar Dam: ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ, ધારી ખોડિયાર ડેમમાં અમેરિકાનો નાયગ્રા ફોલ જેવો નજારો

સમગ્ર ગુજરાતમાં વરસાદે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ગળધરા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ધોડાપુર આવ્યું છે, જેના કારણે ધારી ખોડિયાર ડેમ (Khodiyar Dam) માં પાણીની બમ્પર આવક થઇ છે. પાણીની ભરપૂર આવકના કારણે આ ધોધ અમેરિકાના નાયગ્રા ધોધની યાદ અપાવે તો નવાઈ નહી…

Dhari Khodiyar Dam: ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ

  • ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ ખાબક્યો
  • ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ધોડાપુર  
  • ધારી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક  
  • ડેમના 3 દરવાજા 3/3 ફુટ ખોલવામાં આવ્યા

ગીરકાંઠા વિસ્તારમાં શેત્રુંજી નદીના કાંઠે ગળધરા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને કારણે નદીમાં પૂર આવતા મંદિરના સામેના ભાગે એક રમણીય ધોધ જોવા મળે છે. આ સુંદર ધોધની જોવાની મજા અલગ જ છે. આ ધોધને જોતા અમેરિકાના નાયગ્રા ધોધની યાદ ચોક્કસ આવી જાય છે.

શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાયો

શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ (Khodiyar Dam) 100 ટકા ભરાઈ ગયો છે,અને ખોડિયાર ડેમના દરવાજા ખોલાયા છે.ગારીયાધાર તાલુકાના લુંવારા, ઠાંસા, ગુજરડા ગામોને એલર્ટ કરાયા છે,સમઢીયાળા, રાણીગામ, સાતપડાના ગ્રામજનોને નદી પટમાં નહી જવા માટે સૂચના આપવામાં આવી છે,અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે.

આસ્થાનું કેન્દ્ર ગણાતા ગળધરા ખોડિયાર મંદિર

સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર ગણાતા ગળધરા ખોડિયાર મંદિર જે ગાઢ જંગલની લીલીછમ વનરાઈ વચ્ચે આવેલું છે. અહીં સહેલાણીઓ આ અદ્ભુત વહેતા ઝરણાઓ જોવા માટે આવે છે. તેમજ ગાઢ જંગલ અને ખોડિયાર ડેમના દરવાજા ખોલવાથી ઝરણાઓ ખીલી ઉઠ્યા છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો દિનપ્રતિદિન મુલાકાતે આવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો