Rajkot Rain (video): મેઘરાજાએ રાજકોટને રગદોળ્યું, લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તંત્રની અપીલ

0
180
Rajkot Rain: મેઘરાજાએરાજકોટને રગદોળ્યું, સવારે 5 ઇંચથી વધુ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર
Rajkot Rain: મેઘરાજાએરાજકોટને રગદોળ્યું, સવારે 5 ઇંચથી વધુ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર

Rajkot Rain (video) : સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યુ છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. રાજકોટમાં સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન 206 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. રાજકોટમાં વહેલી સવારે ધોધમાર 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

Rajkot Rain: મેઘરાજાએરાજકોટને રગદોળ્યું, સવારે 5 ઇંચથી વધુ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર
Rajkot Rain: મેઘરાજાએરાજકોટને રગદોળ્યું, સવારે 5 ઇંચથી વધુ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના ત્રણ વાગ્યાથી વરસવાનું શરૂ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે.

Rajkot Rain: અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ (Rajkot Rain) વરસ્યો છે. ગઇકાલે બપોર બાદ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યાં છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 5.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Rajkot Rain: BRTS સેવા બંધ

રાજકોટમાં વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો છે, રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ છે. છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

Rajkot Rain: મેઘરાજાએરાજકોટને રગદોળ્યું, સવારે 5 ઇંચથી વધુ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર
Rajkot Rain: મેઘરાજાએરાજકોટને રગદોળ્યું, સવારે 5 ઇંચથી વધુ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર

શહેરમાં તાત્કાલિક અસરથી BRTS સેવા બંધ કરાઈ છે. અનેક ઇમર્જન્સી સેવાના ફોન નંબર પણ ઠપ છે. સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે. રાજકોટમાં  બીઆરટીએસ રૂટ જાણે સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Rajkot Rain: સૌથી વધુ વરસાદ રાજકોટમાં

રાજકોટ જિલ્લા (Rajkot Rain) માં આજે મંગળવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં તાલુકા પ્રમાણે સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં 125 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટમાં 142 મિમી મિમી, કોટડાસાંગાણીમાં 92 મિમી, જસદણમાં 34 મિમી, ગોંડલમાં 51 મિમી, જામકંડોરણામાં 38 મિમી, ઉપલેટામાં 20 મિમી, ધોરાજીમાં 35 મિમી, જેતપુરમાં 27 મિમી તથા વીંછિયામાં 29 મિમી વરસાદ નોંધાયો છે.

દિલીપ રાણા, મ્યુનિસિપલ કમિશનર

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો