Supreme Court: કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કારના મામલાની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. કોર્ટે આ મામલે રાજ્ય સરકાર, પોલીસ અને હોસ્પિટલ પ્રશાસનને આકરા સવાલો કર્યા. Supreme Court એ કહ્યું કે, “આ અકુદરતી મૃત્યુનો મામલો છે.”
Supreme Court ના આકરા સવાલ
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે પ્રિન્સિપાલ શું કરી રહ્યા હતા.? કોર્ટે પૂછ્યું કે પોલીસે ક્રાઈમ સીનનું રક્ષણ કેમ ન કર્યું. FIR દાખલ કરવામાં વિલંબ કેમ થયો? તે જ સમયે, કોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં ડોકટરોના ચાલી રહેલા વિરોધને બળપૂર્વક બંધ ન કરવો જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ પ્રિન્સિપાલ ખોટી માહિતી આપી રહ્યા છે. તેમના નિવેદનમાં વિસંગતતાઓ છે.
Supreme Court એ ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી
કોર્ટે કહ્યું કે આ માત્ર હત્યાનો મામલો નથી. કોર્ટે ડોક્ટરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ Supreme Court એ પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે.
CJI એ પૂછ્યું કે શું એ વાત સાચી છે કે પીડિતાના પરિવારને મૃતદેહ જોવાની મંજૂરી આપવામાં નહતી આવી?
તેના પર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે આવા આરોપો સાચા છે. કોર્ટે પૂછ્યું કે મૃતદેહ વાલીને સોંપ્યાના સાડા ત્રણ કલાક પછી એફઆઈઆર કેમ દાખલ કરવામાં આવી?
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે પિતૃસત્તાક વિચારસરણીના કારણે મહિલા ડોક્ટરોને વધુ નિશાન બનાવવામાં આવે છે. જેમ જેમ વધુને વધુ મહિલાઓ વર્કફોર્સમાં જોડાઈ રહી છે તેમ તેમ તેમની સુરક્ષા અંગેની ચિંતાઓ પણ વધી રહી છે.
રાજ્યપાલ બોઝ રાષ્ટ્રપતિને મળશે
આ દરમિયાન બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યપાલ બોસ ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી શકે છે.
મમતા સરકારમાં મહિલાઓ અસુરક્ષિત છેઃ રાજ્યપાલ
સોમવારે રાજ્યપાલે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ રાજભવનમાં મહિલા નેતાઓ અને ડોક્ટરોને મળ્યા હતા. રાજ્યપાલે કહ્યું કે બંગાળ મહિલાઓ માટે સુરક્ષિત જગ્યા નથી. વર્તમાન સરકારે રાજ્યને મહિલાઓ માટે અસુરક્ષિત બનાવ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો