Ahmedabad bjp : ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદો ચરમસીમાએ પહોંચી ગયા છે. ભાજપના નેતાઓ વિરુદ્ધ હવે કાર્યકર્તાઓ પોલ ખોલી રહ્યા છે. અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાઇરલ થયો છે.
Ahmedabad bjp : આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પણ પત્રમાં લખવામાં આવ્યું છે
Ahmedabad bjp : આ લેટરમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત ચાર નેતાઓ વિરુદ્ધ આકરા શબ્દોમાં લખાણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને, પત્રિકામાં ધર્મેન્દ્ર શાહને “લંપટ સ્વામી” અને અમૂલ ભટ્ટને “લાળપાડુ” જેવા અપમાનજનક શબ્દોથી સંબોધવામાં આવ્યા છે.
Ahmedabad bjp : લેટરમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ધર્મેન્દ્ર શાહ AMTS અને કચરાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવે છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ ધર્મેન્દ્ર શાહને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારીપદેથી મુક્ત કરવામાં આવ્યા હતા.
Ahmedabad bjp : ભાજપે શું કહ્યું ?
આ મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “જો કોઈ વ્યક્તિ સાચો હોય તો તેણે પોતાનું નામ સાથે અરજી કરવી જોઈએ. યોગ્ય તપાસ કરવામાં આવશે.”
Ahmedabad bjp : કોંગ્રેસની પ્રતિક્રિયા આવી સામે
બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાક્રમ પર ટિપ્પણી કરતા ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે.આ ઘટનાએ અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક વિખવાદની સ્થિતિ ઊભી કરી છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવો લાવે તેવી શક્યતા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો