Election Commission : આજે બપોરે ૩ વાગ્યે ચૂંટણી પંચ ભારતના 4 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી શકે છે, ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે.
Election Commission : ચૂંટણી પંચની ચૂંટણીની તૈયારીઓ શરૂ
Election Commission : ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પાંચથી સાત તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી કરાવવા માટે ત્યાંના અધિકારીઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. તેમની પાસેથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન લેવામાં આવ્યું હતું. સુરક્ષાને લઈને લીલી ઝંડી મળતાં જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.
Election Commission ; તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચની ટીમે 8 થી 10 ઓગસ્ટની વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તે હરિયાણા ગઈ હતી. આ ટીમે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં વિધાનસભાની વાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં તારીખની જાહેરાત થાય તેવી પૂરી સંભાવના છે.
Election Commission : જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજાશે
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવી જોઈએ. હાલમાં ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને સરકારે પણ કોર્ટના આદેશનું પાલન કરવાનું છે. આ કારણે તે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. બીજી તરફ હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ વિધાનસભાની ચૂંટણી યોજાશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો