Rajkot news :  રાજકોટ અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓ નથી છોડી રહ્યા ભ્રષ્ટનો ધર્મ , વધુ એક સાગઠીયા ઝડપાયો

0
203
Rajkot news
Rajkot news

Rajkot news :  હજુ રાજકોટ અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય નથી મળ્યો ત્યાં બીજીબાજુ રાજકોટ મનપાનો જ ફાયર અધિકારી લાંચ લેતા acb ના હાથે ઝડપાયો છે, રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના જીવ લીધા બાદ પણ હજુ અધીકારીઓ શરમને નેવે મૂકીને નાગો નાચ કરી રહ્યા છે,    

25 મે, 2024ના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો અને તેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડ થયા બાદ ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે આજે રાજકોટ મનપાનોનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.

Rajkot news : 3 લાખની માગી હતી લાંચ


Rajkot news :  રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર ACBએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જામનગર ACB પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો. જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે NOC આપવા 3 લાખની લાંચ માગી હતી. જોકે, ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું.

Rajkot news :   જામનગર ACBએ રંગે હાથ પકડ્યો

Rajkot news :   જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની ફરિયાદ બાદ જામનગર ACBએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1.80 લાખ આપવા કહ્યું હતું. આ દરમિયાન અનિલમારૂએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણા સ્વીકારતા જ જામનગર ACBએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Rajkot news :   29 જૂન 2024ના રોજ જ થઇ હતી નિમણુક


Rajkot news :   TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા પોલીસ તપાસનું એપી સેન્ટર બની ગયું હોય તેમ સતત તપાસના ધમધમાટ વચ્ચે ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ-ભુજના અનિલ મારૂની નિમણૂક કરી હતી. તાજેતરમાં મ્યુ. કમિશનર દેવાંગ દેસાઇએ રાજ્ય સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવા અને સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છના અનિલ મારૂને રાજકોટના ચીફ ફાયર ઓફિસર તરીકેનો વધારાનો હવાલો અપાયો છે. અનિલ મારૂ સૌરાષ્ટ્ર-કચ્છના રિજિયોનલ ફાયર ઓફિસર તરીકે અગાઉ રાજકોટ જિલ્લા સેવા સદનમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો