Bangladesh news :  નફરતની આગમાં હોમાઈ રહ્યું છે બાંગ્લાદેશ , આઝાદીની યાદમાં બનેલી પ્રતિમા તોડી પડાઈ

0
215
Bangladesh news
Bangladesh news

Bangladesh news :  બાંગ્લાદેશ એટલી હદે નફરતથી આગમાં હોમાઇ ગયું છે કે બાંગ્લાદેશની આઝાદીની યાદમાં પાકિસ્તાનની સેનાને સરેન્ડર થવાની પ્રતિમાને ભારત વિરોધી તત્વોએ તોડી પાડી છે. મુજીબનગરમાં સ્થિત આ સ્મારક ભારત-મુક્તિવાહિની સેનાની જીત અને પાકિસ્તાની સેનાની હારનું પ્રતીક છે.

Bangladesh news :   16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ હજારો સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમણે ભારતીય સેનાના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ-જનરલ જગજીત સિંહ અરોરાની સામે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, બાંગ્લાદેશની મુક્તિ વાહિની સેના અને ભારતની સેનાની જીતની યાદમાં પ્રતિમા બનાવામાં આવી હતી જેને વિરોધના ભાગરૂપે પ્રદર્શનકારીઓએ તોડી પાડી છે,  

Bangladesh news :   શું કહ્યું શશી થરૂરે ?

Bangladesh news :   કોંગ્રેસના નેતા શશિ થરૂરે આની તસ્વીરો શેર કરતા કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીની યાદમાં બનાવવામાં આવેલી પ્રતિમાને ‘ભારત વિરોધી બદમાશો’ દ્વારા તોડી પાડવામાં આવી છે. તેમણે તૂટેલી પ્રતિમાની એક તસવીર શેર કરી, જેમાં 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનના શરણાગતિની ક્ષણ દર્શાવવામાં આવી હતી.

શશિ થરૂરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “વર્ષ 1971માં મુજીબનગરમાં શહીદ સ્મારક સંકુલમાં આવેલી પ્રતિમાઓને ભારત વિરોધી ઉપદ્રવીઓએ તોડી નાખી હતી. આવી તસવીરો જોઈને દુઃખ થાય છે. આ ઘટના ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો જેવી ઘણી જગ્યાએ બની હતી. જોકે એવી પણ ખબર આવી છે કે મુસ્લિમ નાગરિક, અલ્પસંખ્ય ઘરો અને મંદિરોની રક્ષા કરી રહ્યા છે

Bangladesh news :   શશિ થરૂરે વધુમાં કહ્યું કે કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લે તે આવશ્યક છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત આ સમયે બાંગ્લાદેશના લોકો સાથે ઉભું છે, પરંતુ આવી અરાજકતાને ક્યારેય માફ કરી શકાય નહીં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો