Parimal Nathwani: વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે. વિશ્વભરમાં સિંહોની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને, બિગ કેટ રેસ્ક્યુએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અને પ્રકૃતિ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા પણ સિંહોના સંરક્ષણ માટે અથાગ પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વ સિંહ દિવસ નિમિતે તેમના દ્વારા મોહક સિંહણ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત (Gir Gajavti Aavi Sinhan) ગીર તેમજ એશિયાટિક લાયન્સ તરફના તેમના ઊંડા લગાવ અને પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
ગીર ગજવતી આવી સિંહણ એ ફક્ત ગીત નથી, પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે. રાજવી ઠાઠ ધરાવતા ગીરના એશિયાટીક સિંહો વિશે તો અત્યાર સુધીમાં ઘણાં ગીતો લખાઈ ચૂક્યા છે, પરંતુ ગીરની એટલી જ ગૌરવવંતી સિંહણ પર કદાચ આવો ઓડિયો વિઝયુઅલમાં રજૂઆત કરવામાં આવ્યો નહીં હોય.
‘ગીર ગજવતી આવી સિંહણ’ | Geer gajavati aavi Sinhan
હવે રાજ્યસભા સાંસદ અને પ્રકૃતિ પ્રેમી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ‘ગીર ગજવતી આવી સિંહણ’ ગીત રજૂ કર્યું. તેમણે આ ગીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિંહ સંરક્ષણ માટેના તેમના અવિરત પ્રયાસોને સમર્પિત કર્યું છે.
Parimal Nathwani કહ્યું કે, એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું.
લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીત બધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાવામાં આવી છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે. તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમપાન ચારચરીથી થાય છે.
આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો સુવાળો અને પ્રચંડ કંઠ આપ્યો છે, જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરા અને ફ્યુઝનનું અનોખું મિશ્રણ જોવા મળ્યું છે, તેમજ આ ગીતના લયબદ્ધ શબ્દો પ્રસિધ્ધ અને યુવા ગીતકાર પાર્થ તારપરાના છે.
Parimal Nathwani: ‘કોલ ઓફ ધ ગીર’
વર્ષ 2017માં પરિમલ નથવાણી (Parimal Nathwani) દ્વારા લખવામાં આવેલી ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત બુક પ્રકાશિત થઈ હતી.. આ પુસ્તકમાં સિંહોના અનેક ફોટા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.. ત્યારે થોડા સમય પહેલા તેમનું વધુ એક પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પરિમલ નથવાણીએ ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ લખ્યું, આ પુસ્તકમાં સિંહોની અનેક સુંદર તસવીરોને સ્થાન આપવામાં આવ્યું.
ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ 2015માં 523 હતી જેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતા તેનો આંક 2021માં વધીને 674 થઈ છે, નથવાણી (Parimal Nathwani) એ સિંહ અંગે બે કોફી ટેબલ બુક લખી છે અને ગીર અંગેના અસંખ્ય વૈવિધ્યસભર વિડિયો તથા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. તાજેતરમાં જ તેમણે કૉલ ઑફ ધ ગીર પુસ્તક રજૂ કર્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશીપૂર્ણ પ્રોજેક્ટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં નથવાણીએ ગીર લાયનઃ પ્રાઇડ ઑફ ગુજરાતનું આલેખન કર્યું હતું, જેમાં ગીરના સિંહોના અદ્દભૂત ફોટોગ્રાફ્સ રજૂ કરવાની સાથે-સાથે તેમના સંવર્ધનની તાતી જરૂરીયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો