BangladeshCrisis : બાંગ્લાદેશમાં સત્તાપલટો બાદ વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે. જોકે હજુ પણ દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર છે. બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના લોકો પર સતત હુમલાના અહેવાલ આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે.
BangladeshCrisis : બાંગ્લાદેશમાં હવે નવી વચગાળાની સરકાર રાજ કરી રહી છે, સત્તા પરિવર્તન બાદ બાંગ્લાદેશમાં હિંદુ સમાજ માટે ચિંતિત સમાચારો પણ સામે આવી રહ્યા છે, ત્યારે સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયના લોકો પર થઈ રહેલ હુમલાઑ અંગે સમિતિની રચના કરી છે આ સમિતિ બાંગ્લાદેશમાં સ્થિતિની સમીક્ષા કરશે. આટલું જ નહીં હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ પણ કરશે. આ સમિતિ ભારત બાંગ્લાદેશ સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે.
BangladeshCrisis : ગૃહ મંત્રી અમિત શાહે આ મુદ્દે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતાં કહ્યું હતું, કે ‘બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં ભારત સરકારે સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંવાદ કરશે, જેથી ત્યાંના ભારતીય નાગરિકો, હિન્દુઓ તથા અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
BangladeshCrisis : બાંગ્લાદેશમાં બની વચગાળાની સરકાર
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં આંદોલન શરૂ થયા હતા જેણે બાદમાં વિકરાળ રૂપ ધારણ કર્યું. સતત હિંસા અને સેંકડો લોકોના મોત બાદ તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાએ સત્તા છોડીને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. જે બાદ મોહમ્મદ યુનુસની આગેવાનીમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો