SheikhHasina : બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ, સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. હિંસક વાતાવરણને કારણે શેખ હસીનાએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. તેમનું પ્લેન ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થયું છે. તે પછી તે લંડન, ફિનલેન્ડ અથવા અન્ય કોઈ દેશમાં જઈ શકે છે.
file photos
SheikhHasina : જો શેખ હસીના ભારતમાં વધુ શરણ લે છે તો તેની અસર ભારત- બાંગ્લાદેશ સંબંધ ઉપર પણ પડી શકે છે. બાંગ્લાદેશના લોકો ભારતથી પણ નારાજ થઈ શકે છે. તેનું મહત્વનું કારણ બાંગ્લાદેશ ભારત માટે ઘણું મહત્વનું છે.
SheikhHasina : લંડન એક સારો વિકલ્પ
લંડન એક પ્રમુખ વૈશ્વિક શહેર હોવાની સાથે અમુક હદ સુધી સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ધ્યાન આપી શકે છે. જે હસીના માટે એક સારો વિકલ્પ બની શકે છે. બીજુ કે આ શહેર ભૂતકાળમાં પણ અનેક રાષ્ટ્રના અધ્યક્ષોને રાજનીતિક શરણ આપી ચુક્યું છે.
SheikhHasina : નજર કરો બાંગ્લાદેશની અત્યારની સ્થિતિ પર
- પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા હતા. તોડફોડ અને આગચંપી કરી.
- રાજધાની ઢાકામાં 4 લાખ લોકો રસ્તા પર છે, ઘણી જગ્યાએ તોડફોડ કરવામાં આવી રહી છે.
- પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં સોમવારે છ લોકોનાં મોત થયા હતા. દેખાવકારોએ 2 હાઈવે પર કબજો જમાવ્યો હતો. અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
- BSFએ ભારત-બાંગ્લાદેશ પર એલર્ટ વધારી દીધું છે.
- સેનાએ દેશના મુખ્ય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી છે. 18 સભ્યોની વચગાળાની સરકારની દરખાસ્ત કરવામાં આવી છે. સેના આ સરકાર બનાવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો