NEET UG : પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાના પૂરતા પુરાવા નથી : સુપ્રીમનો ચુકાદો

0
227
NEET UG
NEET UG

NEET UG – સુપ્રીમ કોર્ટે આજે NEET UG કેસ પર વિગતવાર ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે NEET-UG 2024 પેપર લીકએ સિસ્ટેમેટિક નિષ્ફળતા નથી. કોર્ટે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી.  પેપર લીકનો મુદ્દો માત્ર પટના અને હજારીબાગ પૂરતો મર્યાદિત હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે.

NEET UG

NEET UG –  સુપ્રીમ કોર્ટે વધુમાં સ્પષ્ટ કરતા કહ્યું કે પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાના પૂરતા પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે કમિટીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવા, પરીક્ષા કેન્દ્રોની સ્થાપનાની પ્રક્રિયામાં સુધારો કરવા, વિદ્યાર્થીઓના વેરિફિકેશનને મજબૂત કરવા અને સમગ્ર પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદ અંગે સૂચનો આપવા જણાવ્યું છે.

NEET UG – હવે કોઈને તકલીફ હોય તો હાઇકોર્ટમાં જાય : સુપ્રીમ

NEET વિવાદ પર કોર્ટે વધુમાં કહ્યું છે કે, પેપર લીક થયું એ વાત સાચી છે, તેના પર કોઈ વિવાદ નથી. જોકે અમે ગ્રેસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ માટે પુનઃપરીક્ષા લેવડાવી છે, હવે કોઈને તકલીફ હોય તો તેઓ તેમના રાજ્યની હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

NEET UG

NEET UG –  22 જૂને કેન્દ્ર સરકારે NTAની સમગ્ર સિસ્ટમની તપાસ માટે ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. કોર્ટે આ સમિતિને 8 મુદ્દાઓ પર કામ કરવા કહ્યું છે. અને સમિતિએ 30 સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સોંપવો જોઈએ. આ બધા સિવાય કમિટીએ પરીક્ષાના પેપરમાં છેડછાડ ન થાય તે માટેની વ્યવસ્થા સૂચવવા જણાવ્યું છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો