Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનથી મોતનું તાંડવ, બચાવકાર્ય ચાલુ; કેરળના 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

0
287
Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનથી મોતનું તાંડવ, બચાવકાર્ય ચાલુ; કેરળના 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનથી મોતનું તાંડવ, બચાવકાર્ય ચાલુ; કેરળના 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

Wayanad landslide: કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાયનાડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 146 પર પહોંચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 250થી વધુ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા અનેક લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવાર, 31 જુલાઈએ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે.

આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધીમાં 1 હજાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રે બચાવકાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું, જે સવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

Wayanad landslide: રાહુલ-પ્રિયંકાની મુલાકાત સ્થગિત

મંગળવારે 225 આર્મી જવાનોને કન્નુરથી વાયનાડ મોકલવામાં આવ્યા હતા. બચાવ માટે એરફોર્સના બે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તેમને કોઝિકોડ પરત ફરવું પડ્યું હતું. સતત વરસાદના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમનો વાયનાડ પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ બુધવારે અહીં પીડિતોને મળવા જઈ રહ્યા હતા.

Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનથી મોતનું તાંડવ, બચાવકાર્ય ચાલુ; કેરળના 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનથી મોતનું તાંડવ, બચાવકાર્ય ચાલુ; કેરળના 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં સહાય આપવા વિનંતી

કુદરતના કહેરથી કેરળના વાયનાડ (Wayanad landslide) જિલ્લામાં વિનાશના નિશાન પડી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનથી થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને આ મુશ્કેલ સમયમાં આજીવિકાનું પુનઃનિર્માણ કરવા માટે એકસાથે આવવા વિનંતી કરી, મુખ્યમંત્રી વિજયને જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને પુનઃનિર્માણ કરવા માટે વધુ સમય લાગી શકે છે. મુખ્યમંત્રીએ દરેકને મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી.

પોથુકલ ગામમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહો મળ્યા

અચાનક આફત આવી તૂટી પડી હતી મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે પડોશી મલપ્પુરમ જિલ્લાના પોથુકલ ગામમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહો મળી આવ્યા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્ય વાયનાડ ભૂસ્ખલન (Wayanad landslide)માં જાન અને સંપત્તિના દુ:ખદ નુકસાન પર બે દિવસનો સત્તાવાર શોક મનાવશે. આ સમયગાળા દરમિયાન, જાહેર કાર્યક્રમો અને સમારંભો આયોજિત કરવામાં આવશે નહીં અને રાષ્ટ્રધ્વજ અડઘી કાઠીએ લહેરાશે. સોમવાર સુધી, તેમની સુંદરતા માટે પ્રખ્યાત મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં તબાહીએ વિનાશ વેર્યો છે.

કેરળના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બુધવારે હવામાન વિભાગે વાયનાડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ કન્નુર અને કસરાગોડ જિલ્લા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર અને પલક્કડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તમામ શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓ મોકૂફ

દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઈએ 12 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. કેરળ યુનિવર્સિટીએ 30 અને 31 જુલાઈના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.​​​​​​​

(Wayanad landslide)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો