BABA RAMDEV : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) કાંવડયાત્રાના માર્ગ પરની તમામ દુકાનો પર માલિકનું નામ લખવાના આદેશનો ચારેકોરથી વિવાદ થઈ રહ્યો છે. માત્ર વિપક્ષો જ નહીં, ભાજપના આગેવાની હેઠળના NDAના સાથી પક્ષો પણ તેમના નિર્ણયને ખોટો ઠેરવ્યો છે, તો કેટલાક ભાજપ (BJP)ના નેતાઓએ અન્ય રાજ્યોમાં પણ આ નિર્ણય લાગુ કરવાની માંગ કરી છે, ત્યારે આ વિવાદમાં હવે યોગગુરુ બાબા રામદેવે એન્ટ્રી કરી છે. રામદેવે યોગીના આદેશનું સમર્થન કરતાં કહ્યું કે, જો મને મારી ઓળખ આપવામાં વાંધો નથી, તો કોઈ અન્યને કેવી રીતે હોઈ શકે છે ?
BABA RAMDEV : રામદેવે યોગીના આદેશનું સમર્થન કરતાં કહ્યું કે, જો મને મારી ઓળખ આપવામાં વાંધો નથી, તો કોઈ અન્યને કેવી રીતે હોઈ શકે છે ?
BABA RAMDEV : કાંવડયાત્રાના માર્ગ પર ખાણી-પીણીની દુકનો પર માલિકાના નામ લખવા અંગે બાબા રામદેવનું કહેવું છે કે, ‘જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં વાંધો નથી, તો રહેમાનને પોતાની ઓળખ જાહેર કરવામાં સમસ્યા શા માટે હોવી જોઈએ ? દરેકને પોતાના નામ પર ગર્વ હોવો જોઈએ. કોઈનું નામ છુપાવવાની જરૂર નથી, માત્ર કામમાં પવિત્રતાની જરૂર છે. જો આપણું કામ પવિત્ર છે, તો અપણને હિંદુ, મુસ્લિમ કે અન્ય સમુદાયના હોવાથી કોઈ ફરક પડતો નથી.’
BABA RAMDEV : ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર જિલ્લામાં 240 કિમીના કાંવડયાત્રાના માર્ગ પરની તમામ હોટલ, ઢાબા અને સ્ટોલો પર માલિકોના અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવાનો રાજ્યભરમાં આદેશ જારી કર્યા બાદ હવે ઉત્તરાખંડ સરકારે (Uttarakhand Government) પણ આવો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની ઈન્દોર-2 વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલાએ આ સંબંધમાં મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav)ને પત્ર લખીને વિનંતી કરી છે કે, રાજ્યના તમામ દુકાનદારોને તેમની દુકાનોની બહાર દુકાન માલિકોના નામ દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો