WCL 2024 Final : ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓની ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની પ્રથમ સિઝનનું ટાઇટલ જીતીને રેકોર્ડ સર્જી દીધો છે. યુવરાજ સિંહના નેતૃત્વમાં ભારતીય ચેમ્પિયન્સે 13 જુલાઈના રોજ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનના કેપ્ટન યુનિસ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 156/6નો સારો સ્કોર બનાવ્યો હતો.
WCL 2024 Final : ભારતીય દિગ્ગજોએ બર્મિંગહામ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવ્યું
જવાબમાં ભારતે 19.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને 5 વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. અંબાતી રાયડુએ માત્ર 30 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર રોબિન ઉથપ્પા અને રાયડુએ પાવરપ્લેમાં પાકિસ્તાની બોલરોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. રાયડુએ પહેલી જ ઓવરમાં આમિર યામીનને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ભારતીય ઈનિંગની સારી શરૂઆત કરી હતી.
જ્યારે મેચ ભારતની પકડમાં હોય તેવું લાગતું હતું, ત્યારે પાકિસ્તાને 10 બોલમાં અંબાતી રાયડુ (30 બોલમાં 50) અને ગુરકીરત સિંહ માન (33 બોલમાં 34)ની વિકેટ લઈને વાપસી કરી હતી. પાકિસ્તાને ઇનિંગ્સના અંતે કેટલાક કેચ છોડ્યા હતા જેના કારણે યુસુફ પઠાણ અને યુવરાજ સિંહે 42 રનની મહત્વપૂર્ણ ભાગીદારીમાં જીવતદાન મેળવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો