SupremeCourt : આભાર ! અરજી ફગાવી દેવામાં આવે છે , સુપ્રીમે મમતા સરકારને આપ્યો મોટો ઝટકો

0
219
SupremeCourt
SupremeCourt

SupremeCourt :  સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની એ અરજી ફગાવી દીધી છે જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલે CBI તપાસનો આદેશ આપ્યો હતો.

SupremeCourt

SupremeCourt એ આ મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે રાજ્ય આ મામલે મહિનાઓથી કંઈ કરી રહ્યું નથી. તેમણે સવાલ ઉઠાવ્યા કે સરકાર શા માટે એક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે, રાજ્યને કોઈને બચાવવામાં રસ કેમ હોવો જોઈએ?  આ કેસમાં ચુકાદો આપતી વખતે ન્યાયાધીશોએ કહ્યું, “આભાર. અરજી ફગાવી દેવામાં આવે છે.”

અગાઉ, 29 એપ્રિલે અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યું હતું કે ખાનગી ક્ષેત્રના કેટલાક લોકોના હિતોને બચાવવા માટે રાજ્યને અરજીકર્તા તરીકે કેમ આવવું જોઈએ.

SupremeCourt

SupremeCourt :  બંગાળ સરકારે અરજીમાં શું કહ્યું?

પશ્ચિમ બંગાળ સરકારે સર્વોચ્ચ અદાલતમાં કરેલી તેની અરજીમાં કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશથી પોલીસ દળ સહિત રાજ્યના સમગ્ર તંત્રનું મનોબળ નબળું પડ્યું છે. સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અધિકારીઓ પર હુમલાના કેસની સીબીઆઈ પહેલેથી જ તપાસ કરી રહી છે અને 5 જાન્યુઆરીની ઘટનાઓ સંબંધિત ત્રણ એફઆઈઆર નોંધી છે.

SupremeCourt :  શું હતો કેસ ?

SupremeCourt

સંદેશખાલીમાંTMCમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા શાહજહાં શેખ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાનો આરોપ હતો. આ મામલે વિપક્ષે મમતા સરકાર પર નિશાન સાધ્યુ હતું. આ મામલે હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે. મમતા બેનર્જીએ સંદેશખાલી મામલે CBI તપાસના આદેશના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો