GUJARAT RAIN :  5 જીલ્લામાં મેઘરાજા આજે બોલાવશે ધડબડાટી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી ?   

0
355
GUJARAT RAIN
GUJARAT RAIN

GUJARAT RAIN :  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઉમરપાડામાં 5 ઈંચ, વાંસદામાં 4.5 ઈંચ, કપરાડામાં 4.5 ઈંચ, ખેરગામમાં 4.5 ઈંચ વરસાદ, પારડી 4 ઈંચ, કામરેજમાં 4 ઈંચ અને વલ્લભીપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે (છઠ્ઠી જુલાઈ) સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 

GUJARAT RAIN

GUJARAT RAIN :   હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે.

GUJARAT RAIN :   સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં  છુટોછવાયો વરસાદ વરસી શકે છે. શુક્રવારે રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંઘાયો છે.  સુરતના ઉમરપાડા અને કામરેજમાં સૌથી વધુ ચાર ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  તો વાંસદામાં સવા ચાર, ખેરગામમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

GUJARAT RAIN

GUJARAT RAIN :   ક્યાં ક્યાં વરસાદની આગાહી ?

GUJARAT RAIN

7 થી 9 જુલાઈ :   બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

10 અને 11જુલાઈ  :   કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો