IND vs ENG : વર્ષ 2022 નો બદલો લેવા ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને, મેચમાં વરસાદ વિઘ્ન બને તેનું જોખમ વધારે  

0
407
IND vs ENG
IND vs ENG

IND vs ENG :  આજે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. સેમિફાઇનલમાં બંને ટીમો ફરી એકવાર સામસામે ટકરાશે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી અજેય રહી છે. બીજી બાજુ  ઇંગ્લેન્ડને ગ્રુપ સ્ટેજ અને સુપર-8માં એક-એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માની ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ઇંગ્લેન્ડે અમેરિકાને 10 વિકેટે હરાવ્યું હતું.

IND vs ENG :  ભારત પાછલી હારનો બદલો લેશે

IND vs ENG

ભારતીય સમય અનુસાર આજે રાત્રે 8 વાગ્યાથી ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચમાં ભારતની નજર ઈંગ્લેન્ડ સામેની પાછલી હારનો બદલો લેવા પર હશે.  T20 વર્લ્ડ કપ 2022માં, ઇંગ્લિશ ટીમે સેમિફાઇનલમાં ભારતને 10 વિકેટથી હરાવીને ફાઇનલની રેસમાંથી બહાર ફેંકી દીધું હતું. હવે રોહિત શર્મા અને કંપની તેમની ભૂતકાળની ભૂલોમાંથી શીખીને ઈંગ્લેન્ડને હરાવવા માંગશે.

IND vs ENG  : હવામાન કેવું રહેશે ?

IND vs ENG

ભારત અને ઈંગ્લેન્ડની મેચ પર વરસાદનો પડછાયો છે. હવામાન અહેવાલ અનુસાર, ગયાનામાં વરસાદની 70 ટકા સંભાવના છે., તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. જો કે મેચના દિવસે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચ  વરસાદનો ભોગ બની શકે છે.

IND vs ENG : જો વરસાદથી મેચ રદ્દ થાય તો શું ?

IND vs ENG

જો T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો ભારતીય ટીમને ફાયદો થશે. ભારતે ગ્રુપ સ્ટેજ અને સુપર-8માં તેની તમામ મેચો જીતી લીધી છે. સુપર-8માં ભારતે તેની ત્રણેય મેચ જીતી છે. તેમના ખાતામાં છ પોઈન્ટ છે જ્યારે ઈંગ્લેન્ડના ખાતામાં ચાર પોઈન્ટ છે. તેના આધારે ભારત સરળતાથી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે.

IND vs ENG :  કેવી હશે પીચ?

IND vs ENG

આ મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે, જેને લો સ્કોરિંગ અને સ્પિન માટે અનુકૂળ મેદાન માનવામાં આવે છે. આનાથી ઝડપી બોલરો કરતાં સ્પિનરોને વધુ મદદ મળશે અને બેટ્સમેનોને વધુ રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે.

IND vs ENG :  હેડ ટૂ હેડ મુકાબલો

IND vs ENG

નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર રોહિત શર્માના નેતૃત્વમાં જોસ બટલરની સેનાનો સામનો કરતી જોવા મળશે. T20 ક્રિકેટમાં બંને ટીમો 23 વખત ટકરાયા છે જેમાં ભારતનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 11 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. જયારે  T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડનો ચાર વખત ભારતનો સામનો થયો છે. બંને ટીમોએ બે-બે મેચ જીતી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો