“IND vs AUS” : અમદાવાદની ભૂંડી હારનો બદલો લેવા ટીમ ઇન્ડિયા આજે ઉતરશે ઓસ્ટ્રેલીયા સામે મેદાનમાં

0
403
"IND vs AUS"
"IND vs AUS"

“IND vs AUS” : T20 વર્લ્ડ કપ 2024માં સેમિફાઇનલમાં પહોંચવાની લડાઈ રોમાંચક બની ગઈ છે. સુપર-8ના ગ્રુપ 1માં અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા બહાર થઈ જવાનો ખતરો છે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે ઓસ્ટ્રેલિયાએ સોમવારે ભારત સામે કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે.

“IND vs AUS” :  ભારતીય ટીમ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ સુપર-8 મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો T20 વર્લ્ડ કપ 2024માં પહેલીવાર આમને-સામને થશે. ભારત તેમની જીતનો સિલસિલો જાળવી રાખવાની કોશિશ કરશે જ્યારે ઓસ્ટ્રેલિયા તેમની છેલ્લી મેચમાં ભારતને હરાવીને સેમિફાઇનલની તેમની આશા જીવંત રાખવા માંગશે.

"IND vs AUS"

“IND vs AUS” :  T20 વર્લ્ડ કપ 2024માં સેમિફાઇનલમાં પહોંચવાની લડાઈ રોમાંચક બની ગઈ છે. સુપર-8ના ગ્રુપ 1માં અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા બહાર થઈ જવાનો ખતરો છે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે ઓસ્ટ્રેલિયાએ સોમવારે ભારત સામે કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. સાથે જ એ પણ ધ્યાન રાખવું પડશે કે  અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે મોટી જીત હાંસલ ના કરે. જો ઓસ્ટ્રેલિયા હારશે તો તેના માટે સમીકરણો વધુ ખરાબ થશે.  

"IND vs AUS"

જો સુત્રોનું માનીએ તો આજની પીચ ફાસ્ટ બોલરો માટેની માનવામાં આવે છે,  સુપર8 ની શરૂઆતથી જ ભારત કુલદીપ યાદવના રૂપમાં વધારાના સ્પિનરને તક આપી રહ્યું છે. જોકે  કુલદીપે આ ત્રણેય મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પાંચ વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં રોહિત આ પ્લેઇંગ કોમ્બિનેશનને તોડે તેવી શક્યતા ઘણી ઓછી છે. કુલદીપ ઉપરાંત અક્ષર અને રવિન્દ્ર જાડેજા અન્ય બે સ્પિનરો હશે.

“IND vs AUS” :  ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરો મેચ

"IND vs AUS"

રવિવારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશનો રસ્તો મોટા ભાગે સાફ કરી દીધો છે. હવે તેણે તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. જો તેઓ આ મેચ મોટા માર્જિનથી જીતશે તો તેમનો નેટ રન રેટ સુધરશે અને તેમના ખાતામાં ચાર પોઈન્ટ થઈ જશે. બીજી તરફ ભારતે ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે હરાવવું પડશે. આનાથી ઓસ્ટ્રેલિયાની સેમિફાઇનલમાં પહોંચવાની આશા તૂટી જશે. 

“IND vs AUS” :  ભારતનો હાથ ઉપર  

"IND vs AUS"

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 19 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. જો ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે ત્રણ મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો છે. આવી સ્થિતિમાં ભારત પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો