INDvsBAN : આવતીકાલે એટલે કે 22 જુનના રોજ ટી 20 વિશ્વકપના સુપર 8 મુકાબલાની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ નોર્થ સાઉન્ડમાં રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. પરંતુ બાંગ્લાદેશને હળવાશથી લેવું એ ભારત માટે જોખમી બની શકે છે. આ ટીમમાં એવા ખેલાડીઓ છે જે ભારત માટે મુશ્કેલી બની શકે છે.
INDvsBAN : ભારતીય ટીમે સુપર-8 અભિયાનની જોરદાર શરૂઆત કરી છે. ભારતે સુપર 8 મુકાબલાની પોતાની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું. ભારતે આ મેચ 47 રને જીતી લીધી હતી. આગામી મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો બીજી ટીમ સામે છે જે અપસેટ સર્જી શકે છે. તે પહેલા પણ ભારતીય ટીમને હરાવી ચુક્યું છે.
INDvsBAN : શું કહે છે પિચ રિપોર્ટ ?
INDvsBAN : સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમની પિચ બોલરો માટે અનુકૂળ છે. અહીં વિકેટ પર બોલરોને ઘણી મદદ મળે છે. આ જ કારણ છે કે આ મેદાનને કેરેબિયન ધરતી પર સૌથી ઓછા સ્કોર ધરાવતું સ્ટેડિયમ કહેવામાં આવે છે. આ મેદાનમાં હવે 34 T20I રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 16 મેચ જીતી છે, જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમોએ પણ 16 મેચ જીતી છે.
ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ ટીમે 200થી વધુ રન બનાવ્યા નથી. આ વિકેટ પર ઝડપી બોલરો કરતાં સ્પિનરોને વધુ ફાયદો છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
INDvsBAN : ભારતીય ટીમ માટે શું મુશ્કેલી ?
આમતો હજુ સુધી ભારતીય ટીમે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ભારતીય ટીમના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે, ૩ મેચોમાં વિરાટ કોહલી કઈ ખાસ પફોર્મંસ બતાવી શક્યો નથી, ક્રિકેટના જાણકારો વિરાટ કોહલીને પોતાની કમ્ફર્ટ પોજીસન એટલે કે ત્રીજા નંબરે બેટિંગમાં ઉતારવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ આ માટે ભારતીય ટીમમાં બદલાવ કરવો પડે છે, જોકે કપ્તાન રોહિત શર્મા હાલ વિનિંગ કોમ્બીનેશનના કોઈ બદલાવ કરવાના મુડમાં નહિ હોય, આવતીકાલે યોજાનાર મેચમાં વિરાટ કોહલી તેના ફોર્મમાં પાછો આવે તેવું તેના ફેંસ આશા રાખીને બેઠા છે.
INDvsBAN : ક્યાં અને કેટલા વાગે યોજાશે મેચ ?
વિશ્વકપ હવે અમેરિકાને બાય બાય કરી વેસ્ટ ઇન્ડીઝ આવી પહોંચ્યો છે, આગામી બધી મેચો વેસ્ટ ઇન્ડીઝમાં રમાવાની છે, આવતીકાલે યોજાનાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વેસ્ટઇન્ડીઝના બાર્બાડોસના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે, ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગે મેચની શરૂઆત થશે. 7 :30 વાગે મેચનો ટોસ થશે, મેચનું જીંવત પ્રસારણ ટેલીવિઝનમાં સ્ટાર સ્પોર્ટ્સ પર થશે જયારે ડીજીટલમાં ડીઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો