Home Gujarat Ahmedabad UMIYADHAM IN USA : અમેરિકામાં મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિરઃ100 કરોડનો...

UMIYADHAM IN USA : અમેરિકામાં મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિરઃ100 કરોડનો ખર્ચઃ9 વર્ષની અથાગ મહેનત

0
1179
UMIYADHAM IN USA
UMIYADHAM IN USA

UMIYADHAM IN USA :  દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા કુળદેવી ઉમિયા માતાજીના અમેરીકાના નેશવિલ ખાતે 23 એકર વિશાળ જમીન પર નિર્માણ કરાયેલા ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યું છે.અમેરીકાની ધરતી પર મા ઉમિયા માતાજીના પ્રચંડ જયઘોષ થઈ રહ્યા છે.હજારો કડવા પાટીદાર પરિવારો આનંદ ,મંગલ અને ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે.

UMIYADHAM IN USA

નેશવિલ ખાતેની 23 એકર વિશાળ જમીન પર મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટે પ્રમુખ અશોક પટેલ ( જેક ),ચેરમેન સતીષ પટેલ,મંત્રી અશોક પટેલ,કારોબારી સભ્યો અને ફાઉન્ડીંગ ટ્રસ્ટીઓની સતત આઠ વર્ષની તનતોડ મહેનતના પરિણામે અમેરીકાની ધરતી પર આઠમા શિખરબધ્ધ મંદિરના નિર્માણ કાર્યને પ્રચંડ સફળતા મળી છે.

UMIYADHAM IN USA :  નવરાત્રી મહોત્સવમાં કરાયો દ્રઢ સંકલ્પ

UMIYADHAM IN USA

નેશવિલ મંદિરના પ્રમુખ અશોક પટેલ ( જેક ),સતીષ પટેલ ( ચેરમેન ) અને મંત્રી અશોક પટેલ કહે છે કે વર્ષ 2015 ના ઓક્ટોબર માસમાં નવરાત્રી પર્વની ઉજવણી કરાતી હતી તે સમયે મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનો વિચાર રજુ કર્યો હતો.હજારો પાટીદાર પરિવારોએ મંદિર નિર્માણ કરવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

UMIYADHAM IN USA :  જ્યોતિરથનું ભવ્ય સ્વાગત

મા ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણના સંકલ્પને સાકાર કરવા અને પાટીદોર પરિવારોને એકત્રીત કરવા માટે જ્યોર્જીયાના મેક્કનથી જ્યોતિરથને નેશવિલ લાવ્યા હતા.જ્યોતિરથનું ઉમળકાભેર પાટીદાર પરિવારોએ સ્વાગત કરી દાનનો ધોધ વહાવ્યો હતો.

UMIYADHAM IN USA :  2018 મા વિશાળ જમીન ખરીદી

કડવા પાટીદારોના ઉ્ત્સાહના કારણે ફાઉન્ડીંગ ટ્રસ્ટી અને કારોબારીના સભ્યોની ટીમ તૈયાર કરી હતી.નેશવિલ નજીક 23 એકર જેટલી વિશાળ જગ્યા મંદિર નિર્માણ માટે પસંદ કરીને ખરીદી કરી હતી.ઓક્ટોબર 2018 માં પવિત્ર જમીન પર ભુમિપુજન કાર્યક્રમ યોજ્યો હતો.

UMIYADHAM IN USA :  પ્રથમ નવરાત્રીપર્વની ભવ્ય ઉજવણી

મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રધ્ધા ધરાવતા કડવા પાટીદારોનો ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટેનો દ્રઢ સંકલ્પ સાકાર થઈ રહ્યો હતો.પવિત્ર જમીન પર ઓક્ટોબર 2023 માં પ્રથમવાર ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન સફળતાપુર્વક કરાયું હતું.

UMIYADHAM IN USA :  ફાઈનલ સર્ટી.ઓફ ઓક્યુપાઈ મળ્યું

10 ઓક્ટોબર 2023 ના રોજ યુએસ ગવર્નમેન્ટ દ્વારા પવિત્ર ધરતી પર મંદિર નિર્માણ કરવા અને ધાર્મિક કાર્ય કરવા માટે ફટેમ્પરરી સર્ટી.ઓફ ઓક્યુપાઈ મળતાં ઉસ્તાહમાં વધારો થયો હતો.4 જુન 2024 ના રોજ ફાઈનલ સર્ટી ઓફ ઓક્યુપાઈ મળ્યું હતું.

UMIYADHAM IN USA :  9 વર્ષની મહેનતઃ100 કરોડનો ખર્ચ

મા કુળદેવી ઉમિયા માતાજીની અસિમ ક્રુપા અને આશિર્વાદના કારણે અઢળક કમાણી કરનાર કડવા પાટીદારોએ ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ કરવા માટે કોઈ કચાસ રાખી નથી.મન મુકીને તેમણે દાનનો ધોધ વહાવ્યો છે.9 વર્ષની તનતોડ મહેનત ઉપરાંત 100 કરોડ રુપીયા ખર્ચે ભવ્યાતિભવ્ય શિખરબધ્ધ મંદિરના નિર્માણનું કાર્ય પુરુ થયું છે.

UMIYADHAM IN USA :  35 હજાર સ્ક્વેર ફીટ માં મંદિર

UMIYADHAM IN USA

23 એકર જેટલી વિશાળ જમીન પર ભવ્યાતિભવ્ય મંદિર બન્યું છે.જેમાં 35 હજાર સ્ક્વેરફીટ જમીન પર ભવ્ય મંદિર અને હોલનું બાંધકામ કરાયું છે.નરનરમ્ય અને અદ્દભુત કલાકોતરણી કરવામાં આવી છે.મા કુળદેવી ઉમિયા માતાજીની મુખ્ય પ્રતિમાની સ્થાપના સાથે શ્રી ગણેશજી,મા જગદંબા અંબાજી માતાજી,શ્રી રામસિતાજી,હનુમાનજી,શિવ પાર્વતીજીની દિવ્ય અલૌકિક મુર્તીઓની સ્થાપના સાથે શિવલીંગની પણ સ્થાપના કરાશે.વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી મહાયજ્ઞ કરવામાં આવશે.

UMIYADHAM IN USA :  ભુપેન્દ્ર પટેલનું કરાશે સન્માન

UMIYADHAM IN USA

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નેશવિલ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચશે.જેમનું 22 મી તારીખે ભવ્ય સન્માન કરવામાં આવશે.ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મિડિયા કન્વીનર જ્યોતિ પટેલ ના જણાવ્યા અનુસાર ચંદુભાઈ પટેલ(કેવીસી,મહામંત્રી) દિવ્ય જ્યોત લઈને નેશવિલ પહોંચ્યા છે.ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ,સી કે પટેલ સહિતના અગ્રણીઓ નેશવિલ પહોંચશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે