Home Breaking News Super8 : ટી-20 વિશ્વકપની  સુપર 8 ટીમો થઇ નક્કી, જાણો ભારત ક્યારે...

Super8 : ટી-20 વિશ્વકપની  સુપર 8 ટીમો થઇ નક્કી, જાણો ભારત ક્યારે અને કોની સામે ટકરાશે ?   

0
339
Super8
Super8

Super8 : અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસીનો ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સુપર 8 માં જગ્યા બનાવી લીધી છે, વિશ્વકપની લીગ મેચો પુરી થઇ ચૂકી છે અને સાથે સાથે નેક્સ્ટ રાઉન્ડ સુપર-8નું પિક્ચર પણ સાફ થઇ ગયુ છે.  ટોપ 8 ટીમો સુપર-8માં પ્રવેશી ચૂકી છે. હવે 8 ટીમો વચ્ચે નેક્સ્ટ રાઉન્ડ સેમીફીનલ માટે જંગ યોજાશે.   

Super8

Super8 : કયા ગ્રુપમાં થી કઈ ટીમો થઇ ક્વોલીફાય

ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-એમાંથી ક્વૉલિફાય થયા છે. ગૃપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગૃપ સીમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગૃપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વૉલિફાય થયા છે.

Super8

Super8 : ભારતની પ્રથમ મેચ 20 જૂને 


સુપર-8માં 4 ટીમોના બે ગૃપ હશે. જો આ બંને ગૃપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગૃપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગૃપ-2માં રાખવામાં આવ્યા છે.

Super8

રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે.

ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે. આ ટક્કર બરાબરીની રહેવાની છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર થશે. સુપર-8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

Super8

Super8 : સુપર-8નું ગૃપ 


ગૃપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગૃપ-2: યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા

ટી20 વર્લ્ડકપ 2024માં Super8 મેચોનું શિડ્યૂલ 


19 જૂન – યુએસએ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
20 જૂન – ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા, સવારે 6 વાગ્યે
20 જૂન – અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારત, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
21 જૂન – ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
21 જૂન – ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
22 જૂન – યુએસએ વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ, સવારે 6 વાગ્યે
22 જૂન- ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
23 જૂન – અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
23 જૂન – યુએસએ વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
24 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
24 જૂન – ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
25 જૂન – અફઘાનિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે

27 જૂન – સેમિફાઇનલ 1, ગયાના, સવારે 6 વાગ્યે
27 જૂન – સેમિફાઇનલ 2, ત્રિનિદાદ, રાત્રે 8 વાગ્યે
29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે













World Tourism Day 2024 27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ Jivitputrika Vrat 2024: જાણો તિથિ, શુભ સમય માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે ઉર્મિલા માતોંડકર અને પતિ મોહસીન અખ્તર મીર લગ્નના 8 વર્ષ પછી છૂટાછેડા લીધા રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેર્યો આવો જાણીએ મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘા વિષે ફવાદ ખાન અને માહિર ખાન સ્ટારર ફિલ્મ ૧૦ વર્ષમાં પહેલી પાકિસ્તાની ફિલ્મ રીલીઝ થશે ૮ એવા ખોરાક જે ધીમી કરશે ત્વચા ની વૃદ્ધાવસ્થા ઓણમ ઉત્સવ કેરળનો સૌથી મોટો તહેવાર હેપ્પી ઓણમ હરતાલિકા તીજ 2024 ની શુભકામનાઓ આ દિવસ ગૌરી શંકરની પૂજાનું મહત્વ છે Ganesh Chaturthi 2024 : ગણપતિ મૂર્તિ સ્થાપના ક્યારે કરવી? શુભ મુહૂર્ત સમય સહિત મહત્વની વિગત જાણો ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે આવો જાણીએ તેમના વિષે iPhone 16 ની કિમંત ભારતમાં શું હશે ?? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ વિશે જાણવા જેવી બાબતો બાય-બાય રીડિંગ ચશ્મા મલેશિયાની રાજધાનીમાં ભારતીય મહિલા સિંકહોલ નીચે ગાયબ થઈ ગઈ આ કૃષ્ણ જન્માષ્ટમી એ ૪ શુભ વસ્તુઓ ઘરે લઈ જાઓ વિનેશ ફોગાટ દિલ્લીમાં ૨૦૨૩ VS વિનેશ ફોગાટ પેરીસમાં ૨૦૨૪ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ, “ષડયંત્ર”નો આરોપ શું શેખ હસીનાનું દિલ્લી આવવું પડશે ભારી ભારતને ? વધુ સમય ભારતમાં નહી રહી શકે. શેખ હસીના એજ્યુકેશન,આવો જાણીએ શેખ હસીના કેટલા શિક્ષિત છે? પેરિસ ઓલિમ્પિક: સ્વપ્નિલ કુસાલે પર પૈસાનો વરસાદ