AMRELI NEWS : રાજ્યમાં બોરવેલમાં વધુ એક બાળકી પડી હોવાની ઘટના સામે આવી છે,અમરેલી જીલ્લાના સુરગપરા ગામની સીમમાં બોરમાં દોઢ વર્ષની બાળકી પડી હતી. પરપ્રાંતીય ખેત મજુરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી હતી. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમા પડી હતી. અમરેલી ફાયર, NDRF અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોરમાં 45 થી 50 ફુટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
AMRELI NEWS : સુરગપુરામાં રમતા-રમતા દોઢ વર્ષની આરોહી નામની બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. બનાવની જાણ થતાં માતા-પિતા હતપ્રત થઇ ગયા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
AMRELI NEWS : બાળકી બોરમાં 45 થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન
AMRELI NEWS : પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ છે. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બાળકી બોરવેલમાં 45 થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા બાળકીને બચાવવા માટે મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
AMRELI NEWS : અગાઉ જામનગરમાં આવી ઘટના બની હતી
AMRELI NEWS : અગાઉ જામનગરના તમાયણ ગામે બોરમાં બાળકી પડી જવાનો કેસ સામે આવ્યો હતો. જેમાં વાડી માલિક ચંદુ ગોહીલ સામે ગુનો નોંધાયો હતો. બિનઉપયોગી બોર ખુલ્લા રાખવા બદલ ગુનો દાખલ થયો હતો. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચંદુ ગોહિલની વાડીમાં ખુલ્લો બોર હતો. જેમાં પડી જવાથી રોશની નામની શ્રમિકની બાળકીનું મૃત્યુ થયુ હતુ. સતત 21 કલાક દિવસને રાત રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતુ. રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.પરંતુ તેનો જીવ ના બચાવી શક્યો. મૃત હાલતમાં રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો