BSNL: સરકારી ટેલિકોમ કંપની BSNLને લઈને એક મોટી માહિતી સામે આવી છે, જે મુજબ BSNLના સિમ કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે. તે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ટ્રાઈના સંદર્ભમાં જારી કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, TRAI આગામી 24 કલાકમાં તમારું BSNL સિમ કાર્ડ બ્લોક કરી દેશે. KYC ના અપડેશનને કારણે આવું કરવામાં આવી રહ્યું છે. જો તમે નથી ઈચ્છતા કે તમારું સિમ કાર્ડ બ્લૉક થાય, તો તમારે કૉલ કરવો પડશે…
જો તમારી સાથે પણ આવું કઈ થઇ રહ્યું છે તો સાવધ થઇ જાવ અને આવા નંબર પર કૉલ, મેસેજ કે લિંક પર ક્લિક ન કરવો જોઈએ, કારણ કે આ એક છેતરપિંડીનો મેસેજ છે.
BSNL નો મેસેજ થઇ રહ્યો છે વાયરલ
આવા મેસેજ કે કોલ દ્વારા તમે હેકિંગનો શિકાર બની શકો છો. PIB એ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ટ્રાઈ અને બીએસએનએલ દ્વારા આવો કોઈ મેસેજ મોકલવામાં આવ્યો નથી. આ એક છેતરપિંડીનો મેસેજ છે. BIB એ સૂચન કર્યું છે કે જો તમને સોશિયલ મીડિયા દ્વારા આવો કોઈ સંદેશ મળે છે, તો તેના પર ધ્યાન ન આપો. તેમજ તેના પર આપેલા નંબર પર કોલ કે મેસેજ ન કરો, કારણ કે આમ કરવાથી તમારી અંગત માહિતી ચોરાઈ શકે છે અને તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.
તમારી જાતને આ રીતે સુરક્ષિત કરો
જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કે ફોન કોલ અથવા મેસેજ દ્વારા કેવાયના નામે માહિતી માંગે તો તમારે સાવધાન રહેવું જોઈએ.
OTP, બેંકની વિગતો જેવી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.
જો તમને કોઈ મેસેજ કે કોલ અંગે કોઈ શંકા હોય તો તમે ચક્ષુ પોર્ટલ પર તેની જાણ કરી શકો છો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો