ModiCabinet : NDA ગઠબંધનની નવી મોદી સરકાર 3.0ના શપથગ્રહણ થોડીકજ ક્ષણોમાં શરુ થશે, સુત્રો મુજબ 65થી વધારે મંત્રીઓ મોદી સરકારમાં શપથ લઇ શકે છે. સામાન્ય રીતે તમામ મંત્રીઓને શપથ માટેની જાણ કરી દેવામાં આવી છે, તમામ સંભવિત મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ બેઠક પણ કરી દિધિ છે, ત્યારે અહી એક વાત સામે આવી છે કે ગત મોદી 2.0 સરકારમાં રહેલા કેટલાક મંત્રીઓના પત્તા કપાયા છે.
ModiCabinet : થોડીકક્ષણોમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી શપથ લેશે, આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જે સાંસદો સુધી ફોન પહોંચ્યો છે તેઓ ખુશીથી શપથગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યા છે, પરંતુ ફોન ન આવતાં વરિષ્ઠ સાંસદોને લઈને ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. જે સાંસદોને ફોન નથી આવ્યા તેઓ લગભગ નવી મોદી સરકાર 3.0માં સામેલ નથી તે લગભગ નક્કી છે,
ModiCabinet : ગત મોદી સરકારના 21 દિગ્ગજનાં મંત્રીઓના નામ સામે આવ્યાં છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમનાં નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને ફોન આવ્યો છે કે ન તો તેઓ PM આવાસ પર યોજાયેલી મિટિંગમાં સામેલ થયા છે. જોકે આમાં ઘણાં એવાં નામ છે, જેઓ ચૂંટણી જીતી શક્યાં નથી. આવો નજર કરીએ એવા કયા મંત્રીઓ છે જેમને રીપીટ કરવામાં નથી આવ્યા.
ModiCabinet : 21 મંત્રીઓ જેમના પત્તા કપાયા
- અજય ભટ્ટ
- સાધ્વી નિરંજન જ્યોતિ
- મીનાક્ષી લેખી
- રાજકુમાર રંજન સિંહ
- જનરલ વીકે સિંહ
- આરકે સિંહ
- અર્જુન મુંડા
- સ્મૃતિ ઈરાની
- અનુરાગ ઠાકુર
- રાજીવ ચંદ્રશેખર
- નિશિથ પ્રામાણિક
- અજય મિશ્રા ટેની
- સુભાષ સરકાર
- જોન બાર્લા
- ભારતી પંવાર
- અશ્વિની ચૌબે
- રાવસાહેબ દાનવે
- કપિલ પાટીલ
- નારાયણ રાણે
- ભાગવત કરાડ
- પરસોત્તમ રૂપાલા
ModiCabinet : અનુરાગ ઠાકુર પહેલાં કેન્દ્રમાં નાણા રાજ્યમંત્રી હતા અને બાદમાં તેમને રમતગમત અને બાદમાં માહિતી અને પ્રસારણ જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયો આપવામાં આવ્યાં હતાં, પરંતુ આ વખતે અનુરાગ ઠાકુરને આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ જ્યારે પાર્ટીને નવા અધ્યક્ષ મળશે તો અનુરાગ ઠાકુરને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. જોકે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનાં પત્તાં કપાયાં છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો