Kangana Ranaut: સોશિયલ મીડિયા પર છવાઈ થપ્પડ… આખરે એવો તો શું ગુસ્સો હતો કે થપ્પડ મારી..? કંગનાને ‘થપ્પડ’ મારનાર કોણ છે..?

0
459
Kangana Ranaut: સોશિયલ મીડિયા પર છવાઈ થપ્પડ...
Kangana Ranaut: સોશિયલ મીડિયા પર છવાઈ થપ્પડ...

Kangana Ranaut: હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ ચૂંટાયેલાં કંગના રનૌત સાથે ચંડીગઢ ઍરપોર્ટ પર કથિત ગેરવર્તનનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. CISF એક કૉન્સટેબલ રેન્કનાં અધિકારી પર કંગના રનૌતને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે. આ મામલે વધારે તપાસ કરવા માટે CISF ના અધિકારીઓની એક સમિતિનું ગઠન કરવામા આવ્યું છે. નવા ચૂંટાઈને આવેલા સાંસદ કંગના રનૌત NDA ની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા હતાં, ત્યારે ચંડીગઢ ઍરપોર્ટ પર એક સુરક્ષાકર્મીએ તેમને થપ્પડ મારી હતી. હવે CISF ના જવાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે થપ્પડ મારવાનું કારણ જણાવતા જોવા મળી રહ્યા છે.

Kangana Ranaut: સોશિયલ મીડિયા પર છવાઈ થપ્પડ... આખરે એવો તો શું ગુસ્સો હતો કે થપ્પડ મારી..? કંગનાને 'થપ્પડ' મારનાર કોણ છે..?
Kangana Ranaut: સોશિયલ મીડિયા પર છવાઈ થપ્પડ… આખરે એવો તો શું ગુસ્સો હતો કે થપ્પડ મારી..? કંગનાને ‘થપ્પડ’ મારનાર કોણ છે..?

CISFની મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત મહિલા CISF જવાને થપ્પડ મારી છે. કંગનાને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. આ મામલે કુલવિંદરનું નિવેદન સામે આવ્યું છે, ખેડૂતોના આંદોલન પર કંગનાના નિવેદનથી તે દુ:ખી થઈ ગઈ છે. કંગના (Kangana Ranaut) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે મહિલાએ તેને થપ્પડ મારી છે અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. સમગ્ર મામલે CISFએ પણ કાર્યવાહી કરતા કંગનાને થપ્પડ મારનાર CISFની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે. તથા તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરાવવામાં આવી છે.

કંગનાના નિવેદનથી નારાજ હતી CISF જવાન

આ ઘટના ગુરુવારે બપોરે 3.30 કલાકે બની હતી. કંગના રનૌત એરપોર્ટ સિક્યોરિટી ચેકમાંથી નીકળી રહી હતી. ત્યારે CISF મહિલા જવાને​​ તેના પર ગુસ્સામાં હાથ ઉઠાવ્યો હતો. આ મામલે કંગના રનૌતે ફરિયાદ પણ નોંધાવી છે. કંગના (Kangana Ranaut)ને થપ્પડ મારનાર CISF જવાન તેના ખેડૂતોના આંદોલન દરમિયાન આપવામાં આવેલા નિવેદનથી દુઃખી હતી.

‘થપ્પડ’ મારનાર કુલવિંદર કોણ છે?

ચંદીગઢ એરપોર્ટ પર ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તણૂકના મામલામાં નવા તથ્યો સામે આવ્યા છે. જે કૉન્સ્ટેબલ (Kulwinder Kaur) પર કથિત રૂપે કંગના રનૌત પર થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે તેમનું નામ કુલવિંદર કૌર છે. કુલવિંદરના ભાઈ શેરસિંહના જણાવ્યાનુસાર, કુલવિંદર છેલ્લાં બે વર્ષથી ચંદીગઢ ઍરપોર્ટ પર તહેનાત છે અને 15-16 વર્ષથી સીઆઈએસએફમાં છે. શેરસિંહ પોતે પણ “કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ” સાથે જોડાયેલા છે.

કંગના (Kangana Ranaut)ને થપ્પડ માર્યા બાદ કુલવિંદર કૌરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કહી રહી છે- કંગનાએ કહ્યું હતું કે ખેડૂત અંદોલનમાં બેઠેલા લોકોમાં મહિલાઓ 100-100 રૂપિયામાં લાવવામાં આવે છે. જ્યારે તેણે આ નિવેદન આપ્યું ત્યારે મારી માતા પણ ત્યાં બેઠી હતી.

Kangana Ranaut: કંગના રનૌતની પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે કહ્યું, “મને ધણા બધા ફોન આવી રહ્યા છે. હું એકદમ સુરક્ષિત અને ઠીક છું. આજે જે ઘટના બની તે ચંડીગઢ ઍરપોર્ટ બની હતી. આ ઘટના સુરક્ષા તપાસ દરમિયાન થઈ હતી.”

Kangana Ranaut: સોશિયલ મીડયા પર થપ્પડ થઇ વાયરલ

ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે એક ચોંકાવનારી ઘટના બની જ્યારે તેને મહિલા CISF કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી. હવે આ ઘટનાએ જોર પકડ્યું છે અને લોકો સોશિયલ મીડિયા પર બે કેમ્પમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો