Pm oath ceremony : લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. હવે નરેન્દ્ર મોદી 8 અથવા 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીને 75 દેશોએ ફરીવાર ચૂંટણી જીતવા પર અભિનંદન પાઠવ્યા હતા અને તેમને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા.
Pm oath ceremony : પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકાર્યું પણ હતું. બીજીબાજુ પીએમે નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે પણ ફોન પર વાત કરી. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથને પણ શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Pm oath ceremony : શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે જણાવ્યું હતું કે વિક્રમસિંઘેએ ફોન કરીને નરેન્દ્ર મોદીને જીત પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું, જેને વિક્રમસિંઘેએ સ્વીકારી લીધું છે.
Pm oath ceremony : તમને જણાવી દઈએ કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ના સાત દેશોના નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તેઓ 2019 માં બીજી વખત વડા પ્રધાન બન્યા, ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓએ ભાગ લીધો હતો.
Pm oath ceremony : બિડેન, સુનક, પુતિન સહિત અનેક નેતાઓએ મોદીને અભિનંદન પાઠવ્યા હતા
Pm oath ceremony : યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનાક અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. પુતિને ફોન પર મોદીને અભિનંદન આપ્યા અને તેમને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા.
બીજી તરફ, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી, ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને નેપાળી પીએમ પુષ્ય કમલ દહલ ‘પ્રચંડ’ સહિત વિશ્વના ઘણા નેતાઓએ પણ મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અમેરિકાએ સફળ ચૂંટણી માટે ભારત સરકાર અને દેશની જનતાની પ્રશંસા કરી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો