Modi Cabinet : કોને મળશે મોદી કેબીનેટમાં સ્થાન, ગુજરાતમાંથી 3 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે, ક્ષત્રીયોના રોષનો ભોગ બનેલા રૂપાલાનું પત્તું કપાવાનું લગભગ નક્કી   

0
361
Modi Cabinet
Modi Cabinet

Modi Cabinet :  લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દેશમાં કોઈ પણ એક પક્ષની સ્પષ્ટ બહુમતી સામે નથી આવી, લોકસભા ચૂંટણીની સૌથી મોટી પાર્ટી તરીખે ભાજપ ઉભરી આવી છે ત્યારે હવે ભાજપ પોતાના સાથી પક્ષોના ગઠબંધન NDA સાથે સરકાર રચવા જઈ રહી છે, ગતરોજ બુધવારે મળેલી બેઠકમાં NDA દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવામાં આવ્યા હતા, સાથી પક્ષો તરીકે બીજી સૌથી મોટી TDP રહી હતી જયારે JDU ત્રીજી સૌથી મોટી NDA ની પાર્ટી રહી હતી, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નવી સરકાર આગામી 8 કે 9 તારીખે શપથ લઇ શકે છે, ત્યારે આ વખતે કોને કયું પદ મળશે એ સૌથી મોટો સવાલ હાલ ઉભરી રહ્યો છે.

Modi Cabinet

Modi Cabinet :  લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ આખરે હવે નક્કી થઈ ગયું છે કે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે. પરંતુ આ વખતે દેશભરમાંથી ભાજપની સીટ ઘટી છે. એટલે NDAમાં સામેલ સાથી પક્ષો તકનો લાભ લઈને પ્રેશર પોલિટિક્સ કરી મનગમતાં મંત્રાલય મેળવવા તલપાપડ છે. જેની સીધી અસર મોદી કેબિનેટમાં પણ જોવા મળશે, સાથી પક્ષોને ખુશ રાખવા મોદી સરકાર ગત સરકારના કેટલાય મંત્રીઓના પત્તા કાપી નવા મંત્રીઓને પદ આપશે.

Modi Cabinet

Modi Cabinet :  નવી મોદી સરકારમાં સાથી પક્ષોને મંત્રાલય આપવા માટે જૂની કેબીનેટની સરખામણીમાં મોટા ઉલટફેર જોવા મળશે, કેટલાય નવા મંત્રીઓ ખાસ કરીને  ગુજરાતમાંથી બનતા મંત્રીઓની સંખ્યા ઘટાડવામાં આવી શકે છે, ગત મોદી સરકારમાં ગુજરાતમાંથી 7 મંત્રીઓ હતા, જોકે આ વખતે આમાં મોટો ઘટાડો આવી શકે તેમ છે.  ગુજરાતમાંથી 26માંથી 25 લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા. આ સંખ્યા ઘટીને 4થી 5 થઈ શકે છે.  

Modi Cabinet

Modi Cabinet :  રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં થયેલા ક્ષત્રિય આંદોલનથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે માહોલ ગરમાઈ ચૂક્યો હતો. રસપ્રદ વાત એ છે કે રાજકોટમાં રૂપાલા ન માત્ર જીત્યા પરંતુ 2019 કરતા 1,15,853 મતની વધુ લીડ લઈ આવ્યા. એટલે મત મેળવવામાં તો રૂપાલાને ક્ષત્રિય આંદોલન ન નડ્યું પરંતુ મોદીના મંત્રીમંડળમાં રૂપાલાને પડતા મુકવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે રૂપાલા મોદીના અગાઉના બન્ને કાર્યકાળમાં મંત્રી હતા.

Modi Cabinet

Modi Cabinet :  ગુજરાતમાં કોને મળી શકે છે મંત્રીપદ  ?

Modi Cabinet

Modi Cabinet :  જો સુત્રોનું માનીએ તો ગુજરાતમાંથી મનસુખ માંડવીયા, અમિત શાહ, એસ.જયશંકરને ફરીવાર રીપીટ કરવામાં આવી શકે છે, આ સાથે મહેન્દ્ર મુંજપુરા, દર્શના જરદોશ, દેવુંસિંહ ચૌહાણનું મંત્રી પદ જશે, ગુજરાતમાંથી સૌથી સીનીયર નેતા પરષોત્તમ રૂપાલાનું પણ મંત્રીપદ જાય તેવી પૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે.

 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો