Home Breaking News GENIBEN THAKOR :  ગેનીબેન બન્યા સુપર બેન, ભાજપની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપનો...

GENIBEN THAKOR :  ગેનીબેન બન્યા સુપર બેન, ભાજપની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપનો પ્રયોગ નિષ્ફળ

0
989
GENIBEN THAKOR
GENIBEN THAKOR

GENIBEN THAKOR : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે, અંતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. 22,700 મતથી બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની શાનદાર જીત થઈ છે. ગુજરાતની બહુચર્ચિત બેઠક બનાસકાંઠા પર કોંગ્રેસની જીત થઈ છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરીને ગુજરાતમાં ભાજપના વિજયરથ પર રોક લગાવી દીધી છે. 

1 27

GENIBEN THAKOR :  ચૂંટણીના પ્રારંભથી જ બનાસકાંઠા બેઠક ચર્ચામાં હતી. એક તરફ ગુજરાતમાં ભાજપની એક તરફ જીત જેવું ચિત્ર શરૂઆતમાં ઉભું થયું હતું. જેને પગલે ઘણાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આ વખતે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં ઘણાં કોંગ્રેસના નેતાઓએ તો પાર્ટીએ આપેલી ટિકિટ સામેથી પાછી આપી દીધી હતી. એનું કારણ હતું હારનો ડર. પણ કહેવાય છેકે, ડર કે આગે જીત હૈ…કંઈક આ વિધાનને અનુરૂપ ગેનીબેન ઠાકોરે પોતાનો પર્ચો બતાવ્યો.

ગેનીબેન એક એવા નેતા રહ્યાં જેમણે હારની પરવાહ કર્યા વિના પક્ષને સામેથી કહ્યું હતુંકે, મને કોઈનો ડર નથી, મને હારવાની ફિકર નથી મને ટિકિટ આપો હું જીતીને બતાવીશ. આખરે ગેનીબેને જીત હાંસલ કરી બતાવી. ગેનીબેને પોતાના ચૂંટણી ભાષણ દરમિયાન અશ્રુભીની આંખો સાથે મતદારો પાસે મત માંગ્યા હતાં. ગેનીબેને કહ્યું હતુકે, હું બનાસની બેટી છું. બનાસકાંઠાની જનતા મારી માઈબાપ છે. ત્યારે બનાસકાંઠાની જનતાએ મતોથી પોતાની ગેનીબેનીનું મામેર્યું ભર્યું છે.

૨ 9

GENIBEN THAKOR :  ઉલ્લેખનીય છેકે, લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી, આ બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી.

GENIBEN THAKOR :  કોણ છે ગેનીબેન?

૩ 10


GENIBEN THAKOR :  ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.

GENIBEN THAKOR :  બનાસકાંઠામાં ક્યારે કોણ જીત્યુંઃ’


1951: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1957: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1962: ઝોહરાબેન ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1967: મનુભાઇ અમરસી, સ્વતંત્ર પક્ષ
1969: એસ. કે. પાટીલ (ઉપ-ચૂંટણી)
1971: પોપટલાલ જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1977: મોતીભાઇ ચૌધરી, જનતા પક્ષ
1980: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1984: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1989: જયંતિલાલ શાહ, જનતા દળ
1991: હરિસિંહ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
1996: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1998: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
1999: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
2004: હરિસિંહ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2009: મુકેશ ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2013: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી (ઉપ-ચૂંટણી)
2014: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
2019: પરબતભાઇ પટેલ, ભારતીય જનતા પાર્ટી
અગાઉ આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી

GENIBEN THAKOR :  ભાજપે 6 વખત જીત મેળવી-


રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીના સમયગાળામાં 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 6 વખત જીત મેળવી તો 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત  અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે