EXIT POLL :  ભાજપની આંધી હોવા છતાં આ દિગ્ગજ નેતાઓ હારી રહ્યા છે !! EXIT POLLના તારણોમાં આ હોટ સીટ ભાજપ હારી રહી છે   

0
492
EXIT POLL
EXIT POLL

EXIT POLL :  લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થઇ ગયું છે, આગામી 4 જુને મત ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ પહેલા એક્ઝીટ પોલ સામે આવ્યા છે,  વિવિધ એક્ઝિટ પોલ ભાજપ માટે બમ્પર જીતનો દાવો કરી રહ્યા છે. એક્સિસ માય ઈન્ડિયા હોય કે સી વોટરના એક્ઝિટ પોલ, તમામ એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી રહી હોય તેવું લાગે છે. ઈન્ડિયા ટીવી અને આજતકના એક્ઝિટ પોલમાં ભાજપને 400થી વધુ બેઠકો મળી છે. આ બમ્પર જીતની આગાહીઓ છતાં, ઘણી હોટ બેઠકો છે જ્યાં ભાજપની હાર થતી જોવા મળી રહી છે. ત્યારે આજે અમે તમને એવી કેટલીક હોટ સીટો બતાવીશું જ્યાં ભાજપને જીતની આશા હતી પરંતુ પ્રાથમિક તારણમાં ભાજપ હારી રહ્યું છે.

EXIT POLL
EXIT POLL

EXIT POLL : હૈદરાબાદ બેઠક

EXIT POLL


આ વખતે હૈદરાબાદમાં ભાજપે પોતાની ફાયરબ્રાન્ડ હિંદુ નેતા માધવી લતાને મેદાનમાં ઉતારીને હરીફાઈને અઘરી બનાવી દીધી હતી. જોકે, હૈદરાબાદ સીટ એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીનો ગઢ માનવામાં આવે છે અને આ વખતે પણ એક્ઝિટ પોલમાં તેમની જીતની આગાહી કરવામાં આવી છે.

EXIT POLL : અમરાવતી બેઠક

EXIT POLL


બીજેપીના હિન્દુ નેતા નવનીત રાણાને પણ અમરાવતીથી હારનો સામનો કરવો પડી શકે છે. સ્કૂલ ઓફ પોલિટિક્સના એક્ઝિટ પોલમાં નવનીત રાણા કોંગ્રેસના ઉમેદવાર બળવંત બસવંત વાનખેડે સામે હારી રહ્યા છે.

EXIT POLL : બંગાળની બશીરહાટ સીટ

EXIT POLL


પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ફાયદો થતો જણાય રહ્યો છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 42માંથી 31 બેઠક મળવાની ધારણા છે. ટીએમસીને 11 થી 14 બેઠકો અને ઇન્ડિ ગઠબંધનને 0 થી 2 બેઠકો મળી શકે છે. જો કે, આ બધું હોવા છતાં હોટ સીટ કહેવાતી બશીરહાટ સીટ પર ભાજપને ઝટકો લાગી શકે છે. તમામની નજર બશીરહાટ સીટ પર હતી કારણ કે ભાજપે આ સીટ પરથી સંદેશખાલી પીડિતને ટિકિટ આપી હતી.

સંદેશખાલી વિસ્તાર બશીરહાટ લોકસભા સીટ હેઠળ આવે છે અને અહીં કેટલીક મહિલાઓ પર બળાત્કાર અને જમીન પચાવી પાડવાનો મામલો ખૂબ જ ગરમ બન્યો હતો. સંદેશખાલી પીડિત રેખા પાત્રાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ એક્ઝિટ પોલના અંદાજ મુજબ, તેઓ ટીએમસીના ઉમેદવાર હાજી નુરુલ ઈસ્લામ સામે હારી જતા જોવા મળી રહ્યા છે.

EXIT POLL : કોયમ્બતુર બેઠક

EXIT POLL


તમિલનાડુના કોઇમ્બતુરથી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને આંચકો લાગી શકે છે. એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલએ અન્નામલાઈને હારતા દર્શાવ્યા છે. એક્ઝિટ પોલ્સ આગાહી કરે છે કે અન્નામલાઈ ડીએમકે નેતા પી ગણપતિ રાજકુમાર સામે હારી શકે છે.

EXIT POLL : ચંદીગઢમાં ભાજપની હાર

EXIT POLL


ચંદીગઢમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. અહીંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા મનીષ તિવારીને લીડ મળતી દેખાઈ રહી છે. ભાજપે અહીંથી સંજય ટંડનને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ આ બેઠક પરથી ભાજપના નેતા કિરણ ખેર જીત્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો