દિલની વાત 1146 | કોણ કોને ખાય છે તે સમજો ! | VR LIVE

    0
    391
    વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય રાષ્ટ્રોએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી, જેનો ઉદ્દેશ તમાકુના રોગચાળા અને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો હતો.  વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવાનાં છે. 31મી મે ના રોજ નો ટોબેકો ડે તરીકે ઓળખાય છે. જેમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે. સરકાર અને સંસ્થાઓના લાખ પ્રયત્નો છતાં દેશ અને રાજ્યમાં તમાકુના વ્યસની બદી ચિંતાજનક છે. ગુજરાતમાં 41 ટકા પુરુષો જ્યારે 8 ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે. જેમાં કચ્છની વાત કરવામાં આવે તો અહીં 15 વર્ષથી મોટી ઉંમરની 8.9 ટકા મહિલા અને 38.7 ટકા પુરુષ તમાકુના વ્યસનના બંધાણી છે.આ વર્ષે તમાકુ નિષેધ દિવસે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ પર વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો