Stock Market : સોમવારના શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સમાં દિવસના ઉચ્ચ સ્તરેથી 835 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત 76000ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત 23100ને પાર કરી ગયો હતો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં ઉતાર-ચઢાવની સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ લાલ નિશાનમાં બંધ થયા હતા.
Stock Market : પ્રથમ વખત સેન્સેક્સ 76,009.68 અને નિફ્ટી 23,110.80 પોઈન્ટ પર પહોંચ્યો
સત્ર દરમિયાન સેન્સેક્સ 599.29 પોઈન્ટ અથવા 0.79 ટકા વધીને 76,009.68ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે, રોકાણકારોએ રેકોર્ડ સ્તરે નફો બુક કરવાનું પસંદ કર્યું અને ઇન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી લગભગ 835 પોઈન્ટ ઘટીને 75,175.27ની નીચી સપાટીએ પહોંચી ગયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 24.65 પોઈન્ટ અથવા 0.11 ટકા ઘટીને 22,932.45 પોઈન્ટ પર બંધ થયો હતો. 50 શેરો ધરાવતો NSE નિફ્ટી દિવસ દરમિયાન 153.7 પોઈન્ટ અથવા 0.66 ટકા વધીને 23,110.80ની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. જોકે, તેલ, ઉર્જા અને FMCG શેરોમાં વેચવાલીથી તે લગભગ 240 પોઈન્ટ તૂટ્યો હતો.
Stock Market : વૈશ્વિક બજારોમાં ખુશાલી
સેન્સેક્સ કંપનીઓમાં વિપ્રો, એનટીપીસી, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર સૌથી વધુ તૂટ્યા હતા. ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં વધારો થયો હતો. એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પોઝીટીવ ઝોનમાં સ્થિર થયા છે. યુરોપિયન બજારો પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
Stock Market : ક્રૂડ ઓઈલ વધ્યું, રૂપિયો ચાર પૈસા નબળો
Stock Market : વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.38 ટકા વધીને $82.44 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 4 પૈસા ઘટીને 83.14 પર બંધ થયો હતો. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 944.83 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. શુક્રવારે BSE બેન્ચમાર્ક 7.65 પોઈન્ટ અથવા 0.01 ટકાના ઘટાડા સાથે 75,410.39 પર બંધ થયો હતો. નિફ્ટીએ શુક્રવારે પહેલીવાર 23,000નો આંકડો પાર કર્યો હતો. જોકે, અંતે તે 10.55 પોઇન્ટ અથવા 0.05 ટકાના નજીવા નુકસાન સાથે 22,957.10 પર બંધ રહ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો