Panchayat Election: રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના કાર્યકરોને આરામથી બેસવા દેશે નહીં, કારણ કે, છેલ્લા 2 વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પાછળ આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદનો કાર્યકાળ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે પૂરો થઇ રહ્યો છે. તેથી તે પહેલા લાંબા સમયથી પડતર પાલિકા-પંચાયતની ચૂંટણી પાર પડી જશે તેવી અટકળો જોવા મળી રહી છે.
Panchayat Election: સપ્ટે.માં યોજાઈ શકે છે પાલિકા-પંચાયતોની ચૂંટણી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના આગેવાનો-કાર્યકરોને જંપીને આરામ કરવા દેશે નહીં, કેમ કે પોણા બે વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પાછળ પાછળ આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદનો લાંબો પાંચ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે પૂર્ણ થઈ રહ્યો છે, તેથી એ પહેલાં લાંબા સમયથી પડતર પાલિકા-પંચાયતોની ચૂંટણી પાર પડી જશે તેવી અટકળો થઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી છે આ ચૂંટણીઓ
જોકે એક અનુમાન એવું પણ છે કે, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદનો કાર્યકાળને ત્રણેક મહિનાનો મુદતનો વધારો જ આપી ચોમાસું નડે નહીં તે રીતે પહેલાં સપ્ટેમ્બરના છેલ્લાનાં સપ્તાહમાં પણ આ ચૂંટણીઓ થઈ શકે. રાજ્યમાં ૭૫ નગરપાલિકાઓ, ૧૭ – તાલુકા પંચાયતો, ૨ જિલ્લા પંચાયતો તેમજ ૭ હજાર જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચઢેલી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો