GUJARAT WEATHER : રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવ (Heatwave)ની આગહી કરી છે. હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
GUJARAT WEATHER : સીઝનનો સૌથી ગરમ દિવસ
ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટા ભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સહિતના જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. જેમ જેમ દિવસ પસાર થશે તેમ શરીર દઝાડતી ગરમી પડશે. છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 44.9 જ્યારે લઘુતમ 31.2 ડિગ્રી નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, 44.9 ડિગ્રી એ આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
GUJARAT WEATHER : હિંમતનગરની સાથે ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં 44.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન (Temperature) સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધ્યું રહ્યું છે.
GUJARAT WEATHER : સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, બપોરના 12:00 વાગ્યાથી 4:00 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું, પરંતુ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં રાત્રે 8:00 વાગ્યા સુધી પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. રાત્રે પણ ગરમ લૂ જેવા પવનો ફૂંકાતા હોય છે, તેને કારણે પણ હીટસ્ટ્રોકની અસર થઈ શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો