ARVIND KEJRIWAL : EDએ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને AAPને આરોપી બનાવી

0
464
ARVIND KEJRIWAL
ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે (17 મે) સુનાવણી પૂર્ણ થઈ. કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સુરક્ષિત રાખ્યો. સાથે જ કહ્યું કે કેજરીવાલ જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL : આમ આદમી પાર્ટીને બનાવાઈ આરોપી

 દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં EDએ મોટું પગલું ભર્યું છે. EDએ શુક્રવારે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરતા પહેલી વખત આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવ્યા છે. આ પહેલો પ્રંસગે છે જ્યારે કોઈ રાજકીય પક્ષને PML કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કથિત કૌભાંડમાં પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL :  ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં વધુ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ED દ્વારા દાખલ આ કેસમાં આ આઠમો આરોપ પત્ર છે. ED મુજબ આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ આ પહેલી ચાર્જશીટ છે.

ARVIND KEJRIWAL :  EDએ પોતાના આઠમા આરોપપત્રમાં કહ્યું કે, મનીષ સિસોદિયા અને કે કવિતાની સાથે અરવિંદ કેજરીવાલ પણ આ મામલાના માસ્ટરમાઈન્ડ છે. સાથે જ કહ્યું કે PMLAની કલમ 70 અંતર્ગત આમ આદમી પાર્ટી કંપનીન રુપમાં કેસ ચલાવ્યા બાદ ઉત્તરદાયી છે. EDનું કહેવું છે કે તપાસથી ખ્યાલ આવે છે કે આ કૌભાંડથી પ્રાપ્ત આવકનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા ચૂંટણી અભિયાનમાં કર્યો હતો.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL :  તપાસ એજન્સીએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 21 દિવસ માટે એટલે કે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી. ED વતી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસવી રાજુ અને કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો