Gujarat Rain :  જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં મેઘરાજાએ કરી બેટિંગ, હવામાન વિભાગની આગળની આગાહી શું ?  

0
461
Gujarat Rain
Gujarat Rain

Gujarat Rain :  ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા હાલ રાજ્યમાં ભરઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો છે. રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને વૈશાખમાં જ અષાઢની યાદ આવી ગઈ હતી. જ્યારે વલસાડ અને કચ્છમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. જૂનાગઢમાં પણ સાંજના સમયે જોરદાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવતીકાલે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain

Gujarat Rain :   રાજ્યમાં આજે ક્યાં ક્યાં વરસ્યો વરસાદ

1 ) અંબાજી :

Gujarat Rain : યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હતા. વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો મુસ્કેલીમાં મૂકાયા હતા. અંબાજીની મુખ્ય બજારમાં ચોમાસાની માફક ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

૨ ) કચ્છ :

કચ્છમાં પણ આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા, નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

૩ ) વલસાડ :

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છુટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે અનેક વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થઈ હતી.

Gujarat Rain

4 ) અમરેલી :

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ બપોર બાદ પલટો આવ્યો હતો. બાબરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી થયા હતા. અમરેલીના વડેરા, નાના ભંડારીયા, વડીયાના સૂર્યપ્રતાપ ગઢ, બાંટવા, દેવલી, સનાળામાં પણ વરસાદ વરસ્યો હતો.

5 ) રાજકોટ :

રાજકોટમાં બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને લઈને ઉનાળું પાકનું વાવેતર કરતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

6 ) જુનાગઢ :

જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરના સમયે શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જૂનાગઢમાં હાલ કેરીનો મોટાભાગનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે જ પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

7 ) સુરેન્દ્રનગર :

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે એક દિવસના વિરામ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર, વઢવાણ અને ચોટીલા પંથકમાં વરસાદ વરસ્યો હતો. વઢવાણના રામપરા, ટીંબા, વાઘેલા, માળો સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોટીલાના મોલડી આસપાસના વિસ્તારમાં તો કરા સાથે વરસાદ વરસ્યો હતો.

Gujarat Rain :   આવતીકાલે પણ રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ

Gujarat Rain


Gujarat Rain :    હજુ પણ  હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. જોકે મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે. મહત્ત્વનું છે કે, ગઈ કાલ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો