PRIYANKA GANDHI : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જેને પગલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર-ઠેર પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને જીતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યાં છે. બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં આજે પ્રિયંકા ગાંધી જાહેરસભા સંબોધી હતી જ્યાં તેમણે ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
PRIYANKA GANDHI : પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘આજના વડાપ્રધાનની જીવવશૈલી તો જુઓ. ગુજરાતે પીએમ મોદીને સન્માન અને સ્વાભિમાન આપ્યું અને સત્તા આપી, પરંતુ તેઓ માત્ર મોટા લોકો સાથે જ જોવા મળે છે. શું તમે પીએમ મોદીને કોઈ ખેડૂતને મળતા જોયા છે? ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સેંકડો ખેડૂતો શહીદ થાય છે, પરંતુ વડાપ્રધાન તેમને મળવા પણ જતા નથી. પછી જેવી ચૂંટણી આવે છે અને તેમને લાગે છે કે અમને વોટ નહીં મળે તો પીએમ મોદીએ કાયદો બદલી નાખ્યો છે.
PRIYANKA GANDHI : લાખણીમાં સભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘સંવિધાનની વાત અમે આજે એટલા માટે ઉઠાવી રહ્યા છીએ કે એવું કહેવાઈ રહ્યું છે કે ભાજપ ફરી જીતશે તો સંવિધાન બદલવામાં આવશે. કારણ કે સંવિધાનનો પ્રભાવ તમારા જીવનમાં કેવી રીતે પડશે તે સમજવું પડશે. તે તમને મતદાન આપવાનો અધિકાર આપે છે. તમામ લોકોનો સમાન અધિકાર છે. જેટલી તમારા વોટમાં શક્તિ છે એટલી જ પ્રધાનમંત્રીના વોટમાં શક્તિ છે. આ વોટ સંવિધાને આપ્યો છે. અનામત પણ સંવિધાને આપ્યું છે.
PRIYANKA GANDHI : તમે કોઈની ટિકા કરવા માંગો છો કે રાજકીય નેતાને સવાલ કરવાનો અધિકાર પણ સંવિધાને તમને આપ્યો છે. આ લોકો કહે છે કે સંવિધાનને બદલવામાં આવશે તો તેનો અર્થ શું છે કે તમારા અધિકારોને ઓછા કરી દેવામાં આવશે. આ લોકોએ પ્રજાના અધિકારોને નબળા કર્યા છે. એક સમય હતો કે પ્રધાનમંત્રી તમારા ગામમાં તમારા ઘરમાં આવતા હતા.
PRIYANKA GANDHI : મારો ભાઈ શેહાજાદા છે તો PM મોદી શહેનશાહ છે : પ્રિયંકા
વધુમાં પ્રિયંકા ગાંધીએ PM મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેઓ મારા ભાઈને શેહજાદા કહે છે, હુ તેઓને કહેવા માગું છું કે, આ જ શેહજાદા 4 હજાર કિલોમીટર સુધી પદયાત્રા કરી છે, કન્યાકુમારીથી કાશ્મિર સુધી લોકોની સમસ્યાઓને સાંભળવા માટે પદયાત્રા કરી છે
અને એક બાજુ તમારા શહેનશાહ નરેન્દ્ર મોદીજી. જેઓ મહેલોમાં રહે છે. તેનો ચહેરો જોયો છે એક ડાગ નથી ચહેરા પર. તેઓ કેમ સમજી શકશે તમારી સમસ્યાઓને. આજે તમામ જગ્યાએ મોંઘવારી છે, તેલ, સબજી, પેટ્રોલ-ડિઝલ તમામ જગ્યાએ મોંઘવારી છે. ખેતીના તમામ સામાન પર જીએસટી છે. તહેવારોમાં ખરીદી કરવી હોય, કોઈ બિમાર પડે ત્યારે તમારા શું હાલ થાય છે તે મોદીજી નહીં સમજી શકે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો