PM MODI IN DEESA : ડીસાથી વડાપ્રધાને ગુજરાતમાં શરુ કર્યો ચૂંટણી પ્રચારનો ધમધમાટ

0
338
PM MODI IN DEESA :
PM MODI IN DEESA :

PM MODI IN DEESA : ગુજરાતમાં 7 મેએ લોકસભાની 25 સીટો પર મતદાન થવાનું છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે સાથીઓ ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા જે શિક્ષણ આપ્યું અને ખુબ લાંબા ગાળા સુધી મને મુખ્યમંત્રી રાખીને તમે જે અનુભવની તક આપી તે આજે દિલ્હીમાં કામ લાગે છે. 

PM MODI IN DEESA

PM MODI IN DEESA :  લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કર્યા છે. મોદીએ સભા સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને જ્યારથી ગુજરાતમાંથી હટાવી છે તો આજ સુધી એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને ન કામ કરવાનું જુનુન છે.

PM MODI IN DEESA

PM MODI IN DEESA :  વડાપ્રધાને વધુમાં કહ્યું કે આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચાડ્યું છે. નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે. માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરેબેઠા પાણી મળી રહે છે. પહેલા છોકરું જન્મે એટલે એને કાકા-મામાનું નામ ન આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું એ આપણે નાબૂદ કર્યું, બાળકો નિશાળે નતા જતા હવે જવા માંડ્યો, ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે. ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.

PM MODI IN DEESA :  કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપે છે : મોદી

PM MODI IN DEESA : પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં હજુ ઓછી સીટો જીતશે. પ્રથમ બે તબક્કાના મતદાન પર કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને એકપણ સીટ મળશે નહીં. આ લોકોની મહોબ્બતની દુકાન એ ફેક ફેક્ટરી છે. આ લોકોએ ફેક વીડિયોની દુકાન ખોલી છે. અનામત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપે છે. એસટી, એસસી અને ઓબીસીને જે અનામત કાયદામાં મળ્યું છે તે કોઈ છીનવી શકે નહીં. 

પીએમ મોદીએ કહ્યું કે મને ગુજરાતીએ મોટો કર્યો છે તો તમે ચિંતા ન કરો. તેમણે કહ્યું કે દેશના લોકોએ કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો છે તેને હું લૂંટાવા દઈશ નહીં. ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે આ ચૂંટણી એવી છે જેમાં ગાંધી પરિવાર કોંગ્રેસને જ મત આપી શકશે નહીં. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો