Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળ્યો હથિયારોનો ખજાનો

0
279
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળ્યો હથિયારોનો ખજાનો
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળ્યો હથિયારોનો ખજાનો

Sandeshkhali: પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે જાતીય સતામણી અને હિંસા માટે સમાચારમાં રહેતો સંદેશખાલી વિસ્તાર ફરી ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે જાતીય સતામણી અને હિંસા માટે સમાચારમાં રહેતો સંદેશખાલી વિસ્તાર ફરી ચર્ચામાં છે.

26 એપ્રિલના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શેખ શાહજહાંના સહાયકના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી મોટી માત્રામાં બંદૂકો અને દારૂગોળો જપ્ત કર્યો. નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ની બોમ્બ સ્કવોડ ટીમને ત્યાંથી મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. સંદેશખાલીની આ તાજેતરની ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે બંગાળના સીએમ રાજ્યના ગૃહમંત્રી પણ છે અને જે રીતે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે તે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના ષડયંત્ર સમાન છે.

Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળ્યો હથિયારોનો ખજાનો
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળ્યો હથિયારોનો ખજાનો

Sandeshkhali: હથિયારો જપ્ત કર્યા

સંદેશખાલી (Sandeshkhali) માં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈએ વિદેશી પિસ્તોલ સહિત અનેક હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. આશરે 12 બંદૂકો મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ સર્ચ ઓપરેશન તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના સમર્થકો દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર હુમલાની ઘટના સાથે સંબંધિત છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો