PBKS vs GT  : ગુજરાત ટાઇટન્સ માટે હવે દરેક મેચ કરો યા મરો, આજે પંજાબ સામે ઉતરશે મેદાને  

0
320
PBKS vs GT  
PBKS vs GT  

PBKS vs GT  : આજે આઈપીએલ 2024ની 37મી મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાવાની છે. પોઈન્ટ્સ ટેબલમાં આઠમા અને નવમા ક્રમે રહેલી બંને ટીમો આ મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

PBKS vs GT  

PBKS vs GT  : પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તે છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે નવ રને હાર્યા હતા, પંજાબને અસરકારક કેપ્ટન શિખર ધવનની ખોટ છે અને તે રવિવારની મેચમાં પણ રમી શકશે તે નિશ્ચિત નથી.

PBKS vs GT  

PBKS vs GT  : બીજીબાજુ ગુજરાતે અત્યાર સુધીમાં માત્ર ત્રણ મેચ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે દિલ્હી સામેના તેના શરમજનક પ્રદર્શનને ભૂલીને નવેસરથી શરૂઆત કરવી પડશે. કેપ્ટન શુભમન ગિલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર અને રાશિદ ખાન જેવા સ્ટાર્સની હાજરી છતાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નથી. બોલિંગમાં મોહમ્મદ શમીની ખોટ છે, જ્યારે ઉમેશ યાદવ ઘણો મોંઘો સાબિત થયો છે.

PBKS vs GT  

PBKS vs GT  : પિચ રિપોર્ટપંજાબ કિંગ્સના આ નવા હોમ ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલર્સને ઘણી મદદ મળે છે. અત્યાર સુધી રમાયેલા 4 મેચોમાં 47 વિકેટ વિકેટ ફાસ્ટ બોલર્સે લીધા છે. અહીં ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે.

PBKS vs GT  

PBKS vs GT  : હેડ ટૂ હેડ

આઈપીએલમાં અત્યાર સુધી પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 4 વખત ટક્કર થઈ છે. જેમાં બંને ટીમોએ 2-2 મેચમાં જીત મેળવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો