RAJKOT LOKSABHA : રાજકોટનું જાતિ ગણિત શું કહે છે ? જો આવું થયું તો રૂપાલાને કોઈ નહિ જીતાડી શકે !!

0
458
RAJKOT LOKSABHA
RAJKOT LOKSABHA

RAJKOT LOKSABHA : છેલ્લાં 26 દિવસથી રૂપાલા વિવાદે ગુજરાતમાં ભાજપ નેતાઓની ઉંઘ હરામ કરી નાંખી છે. રૂપાલાએ ક્ષત્રિયોની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે નારાજગી છે અને એ અસર જો મતદાન પર પડશે તો રૂપાલાને ભારે પડી શકે છે.

RAJKOT LOKSABHA

RAJKOT LOKSABHA : રાજકારણના જાણકારોનું કહેવું છે કે, રાજકોટમાં જો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ક્ષત્રિય સમાજના ખાલી 10 ટકા વોર્ટ પણ જો પલટી મારી દેશે તો પરષોત્તમ રૂપાલાને ભારે પડી શકે છે. અને આ જ આંક સાથે કોંગ્રેસ અને ક્ષત્રીય સમાજ રૂપાલાને હરાવવા મેદાને ઉતર્યો છે, આજે અમે તમને રાજકોટ બેઠક નું ગણિત બતાવીએ છીએ, કે રાજકોટમાં રૂપાલાને હાર માટે  કયા કયા ગણિત સાથે ક્ષત્રીય સમાજ અને કોંગ્રેસને મેદાને ઉતરવું પડશે.  

RAJKOT LOKSABHA :  જાણો શું છે રાજકોટનું જાતિ ગણિત

          જાતી      મતદાન          જાતી          મતદાન
     લેઉઆ પાટીદાર       3.50.868        આહીર       58.501
     કડવા પાટીદાર         1.91.535    ભરવાડ- રબારી          82743
     ક્ષત્રીય રાજપૂત       1.45.970      બ્રાહ્મણ        86991
      મુસ્લિમ       1.89.853     લોહાણા       66137
       કોળી      3.11.503     પ્રજાપતિ       58825
       એ.સી     1.55.008      અન્ય       3.98.433      

RAJKOT LOKSABHA :  ગત  વિધાનસભા ચૂંટણીમાં રાજકોટનું ગણિત શું હતું ?

જો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપને 6.74 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 6.01 લાખ મત મળ્યા હતા. મતલબ કે 73,000 વોટનો જ ફરક છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના 85,000 મતદારો છે. બીજું કે ગુજરાત વિધાનસભા 2022માં AAPને 2.74 લાખ મત મળ્યા હતા ત્યારે AAP- કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડતા હતા આ વખતે ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે.

RAJKOT LOKSABHA

RAJKOT LOKSABHA : રાજકીય નિષ્‍ણાતો જણાવે છે કે, જ્ઞાતિ-જાતિના મતદાતાઓના આંકડાની સંખ્‍યાને ધ્‍યાનમા રાખવામાં આવે તો કોંગ્રેસ આ બેઠક પર અપસેટ કદાચ સર્જી શકે છે. પણ પાટીદારો ભાજપની વૉટબેંક છે જો પાટીદારોના વોટ રૂપાલાને મળે તો ધાનાણી માટે રાજકોટનું રાજ કપરા ચઢાણ સમાન છે. જ્ઞાતિ સમીકરણ પરથી તારણ કાઢી શકાય કે, લેઉઆ કે કડવા પાટીદાર મતદારો ખરા પણ અન્‍ય જ્ઞાતિના મતદારોનુ પ્રભુત્‍વ આ બેઠક પર વધુ રહેશે અને કદાચ જે કોઈ ઉમેદવાર ચૂંટણી જીતશે તેમાં અન્‍ય મતદારોનો ફાળો જ વિશેષ રહેશે.

RAJKOT LOKSABHA :  લેઉઆ – કડવા મત વહેંચાયા તો રૂપાલા જશે ઘરે

RAJKOT LOKSABHA

એક તરફ રાજકીય પંડિતોના અનુમાન અને કોંગ્રેસ પાર્ટીની ધારણા મુજબ રૂપાલા સામે ક્ષત્રિયોના ચાલતા આંદોલન-વિરોધનો ફાયદો ધાનાણી થશે. પણ રાજનીતિમાં કયારે બાજી ફરે તે અંગે કઈ પણ કહેવું મુશ્‍કેલ છે. કારણ કે ભાજપના રૂપાલા કડવા પાટીદાર અને પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જો પાટીદારના વોટના કડવા-લેઉવામાં વહેંચી જાય તો અન્‍ય મત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

RAJKOT LOKSABHA :  મુસ્લિમ-એસી મતદારો બનશે કિંગ મેકર  

RAJKOT LOKSABHA

અહીં એ ટાંકવું જરૂરી બને છે પોણા બે લાખ મુસ્‍લિમ મતદારો અને એસસીના પણ દોઢ લાખથી વધુ મતદારો છે. આ બંને સમાજ કોંગ્રેસની વૉટબેંક ગણાય છે. રોટી-બેટીવાળા નિવેદન બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ છે. ટિકિટ પાછી નહી ખેંચાતા ક્ષત્રિય મહિલાઓ પણ રણચંડી બનીને વિરોધ કરી રહી છે. આ બેઠક પરના દોઢ લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે જેને ઓછા આંકવાની ભૂલ ભાજપ અને રૂપાલાને ભારે પડી શકે છે.

RAJKOT LOKSABHA

બીજી તરફ જોઈએ તો મુસ્‍લિમ ૧૮૯૬૫૩, કોળી ૩૧૧૫૦૩, એસસી ૧૫૫૦૦૮ જેટલા મતદારો છે. અને અન્‍ય ૩,૯૮, ૪૩૩ મતદારો રાજકોટ બેઠક પર છે, આ મતદારો જ રૂપાલા કે ધાનાણી બંને માંથી એકને રાજકોટ બેઠકની કમાન સોંપશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો